Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

વ્‍હીલચેર, સી.પી.ચેર, હીયરીંગ એઈડ, ક્રચીસ એલ્‍બો, એમ. આર. કીટ અને કેલીપર્સ જેવા સાધનો દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સચિવ, શ્રીમતી અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક, શ્રી નિલેશ ગુરવના માર્ગદર્શન હેઠળ તા.06/05/2022ના રોજ સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કારવામાં આવ્‍યું હતું.
જેમાં દમણ જિલ્લાની સરકારી શાળાના જુદી જુદી દિવ્‍યાંગતા ધરાવતા 22 જેટલા વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં વ્‍હીલચેર, સી.પી.ચેર, હીયરીંગએઈડ, ક્રચીસ એલ્‍બો, એમ. આર. કીટ અને કેલીપર્સ જેવા સાધનો દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યા હતા.
શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા, દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહાયક શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લા, એજ્‍યુકેશન ઓફિસર, શ્રી રાજેન્‍દ્ર મોહિલે, એ.ડી.ઈ. આઈ.શ્રીમતી સ્‍મીથા થોમસ, ડાયટ પ્રિન્‍સીપાલ, શ્રી ઇન્‍દ્રવદન પટેલ, આઈ.ઈ કોઓરડીનેટર, શ્રી હિરેન પટેલ હાજર રહ્યા હતા.

Related posts

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના B.com, BBA, B.sc, BCA, M.com, M.scમાં વાર્ષિક રમોત્સવ ની ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment