January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈથી ‘વનમહોત્‍સવ-2023’નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત તિનોડા ગામમાં વન વિભાગ સહિત પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે લગભગ 15 હેક્‍ટર વિસ્‍તારમાં 900 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા આ વર્ષે દાનહના વિવિધ વિસ્‍તારમાં 510 હેક્‍ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જૂના પ્‍લાન્‍ટેશનને મેન્‍ટેનન્‍સનું કામ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષ રોપવામાં આવશે.
વૃક્ષારોપણ દરમિયાન વન વિભાગના સીસીએફ એમ.રાજકુમાર, સી.એફ. પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. રાજતિલક, શ્રી થોમસ વર્ગિસ, એસીએફ શ્રી વિજયકુમાર પટેલ તથા એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, પીઆઈ, પીએસઆઈ, પોલીસ વિભાગની ટીમ, મેડીકલ ટીમ સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના છોડનું વાવેતર કર્યું હતું.

Related posts

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

Leave a Comment