October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

પ્રદેશમાં નેશનલ ફેશન ડિઝાઈનીંગની ડિગ્રી કોલેજ શરૂ કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલા સૂચનનો હકારાત્‍મક પ્રતિસાદ આપતા કેન્‍દ્રીય મંત્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ‘ઉન્નતિ એક્‍સ્‍પો-ર0રર’નું ઉદ્‌ઘાટન કરતા તેમણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા વિકાસની મુક્‍ત મને પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, મારી કલ્‍પનાની બહારનો વિકાસ છે તેમણે મુંબઈના મરીન ડ્રાઈવ રોડની સરખામણી દમણના બીચ રોડ સાથે કરતા જણાવ્‍યું હતુ કે હવે મુંબઈને પણ ડર લાગે એ પ્રકારનો પ્રવાસન વિકાસ પણ આ નાનકડા પ્રદેશમાં થઈ રહ્યો છે અને તેમણે પ્રદેશની મુક્‍ત મને પ્રશંસા કરતા ‘દિલ માંગે મોર’ની ભાવના વ્‍યક્‍તકરી હતી.
કેન્‍દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્‍યું હતું ભારત વિશ્વભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવી રહ્યું છે. ભારતે ગયા વર્ષે નિકાસમાં ઐતિહાસિક વધારો કરી એક નવો ઈતિહાસ રચ્‍યો છે. ભારતે ગયા વર્ષે 420 બીલીયન ડોલરનું એક્‍સપોર્ટ અને સર્વિસમાં 254 બીલીયન ડોલરનો ઐતિહાસિક દેખાવ કર્યો હતો.
કેન્‍દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ અને તેમની દિર્ઘદૃષ્‍ટિની પ્રશંસા કરતા જણાવ્‍યુ઼ હતું કે આઝાદીના 70 વર્ષ બાદ પહેલી વખત દેશની દિકરી, બહેનો અને માતાઓ માટે સલામત ઘર એટલે કે પ્રત્‍યેક ઘરમાં શૌચાલયની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત અગામી રપ વર્ષમાં યુવાનો માટે એક નવો ઈતિહાસ રચવાની તક હોવાનું જણાવી તેમણે આપણે દરેકે સાથે મળી ભારતના દરેક વ્‍યક્‍તિને સારૂ શિક્ષણ, ઉત્તમ આરોગ્‍ય સુવિધા અને છેવાડેના લોકોને દરેક બુનિયાદી સુવિધા મળે એવી વ્‍યવસ્‍થા કરવા આહ્‌વાન કર્યુ હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ભારતના દરેક ઘરમાં ઉત્‍સાહ અને આનંદના વાતાવરણના સર્જનની હાંકલ કરતા શ્રી પિયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દેશમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત છે.
પ્રારંભમાં ઉદ્યોગ સચિવ શ્રીમતીએ.મુથમ્‍માએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે છેલ્લા સાડા પાંચ વર્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઔદ્યોગિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિની જાણકારી આપી હતી.
આ પ્રસંગે શ્રમિક કલ્‍યાણ એપ અને વેબ પોર્ટલનું ઉદ્‌ઘાટન તથા ઔદ્યોગિક નીતિની પુસ્‍તિકાનું વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્મા, પ્રદેશ એનસીપી પ્રમુખ શ્રી ધવલભાઈ દેસાઈ, જનતા દળ(યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશ ચૌહાણ સહિત દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, દમણ જિ.પં.ના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દીવ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયા, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિ શ્રી પવન અગ્રવાલ, શ્રી આર.કે.કુન્‍દનાની, શ્રી અતુલ શાહ, શ્રી નરેન્‍દ્રભાઈ ત્રિવેદી, શ્રી ચંદ્રકાન્‍ત પારેખ, શ્રી રાજીવ કપુર, શ્રી આલોક મુંદડા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત અને પ્રદેશ પ્રમુખ દિપેશભાઈ ટંડેલનો દૃઢ વિશ્વાસ દાનહમાં શિવસેનાને રોકવા અને અસલી આદિવાસીને જીતાડવા કમળ સોળે કળાશે ખીલશે

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

vartmanpravah

Leave a Comment