October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

સંઘપ્રદેશના ડીઆઈજીપી વિક્રમજીત સિંઘ અને દાનહના એસપી હરેશ્વર સ્‍વામીના નેતૃત્‍વમાં દાનહ અને દમણ-દીવ પોલીસ ટીમના ખેલાડીઓએ પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
દિલ્‍હી ખાતે આયોજીત સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ રહેલી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસની ટીમે આજે ડીઆઈજીપી વિક્રમજીત સિંહ અને ટીમના કેપ્‍ટન શ્રી હરેશ્વર સ્‍વામીના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ટ્રોફી સોપી હતી. આ દરમિાયન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ સી.પી.દિલ્લી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ઉપ વિજેતા બનેલી ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.
દિલ્‍હીમાં 19 એપ્રિલના રોજ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાંઆવ્‍યું હતું.
આ ટુર્નામેન્‍ટમાં યજમાન દિલ્‍હી પોલીસ ઉપરાંત ન્‍યાયતંત્ર, ગળહ મંત્રાલય, સીબીઆઈ, આઈબી, એનસીઆરબી, એસએસબી, જીએનસીટીડી, સીઆરપીએફ, સીઆઈએસએફ, સીઆઈએસએફ, બીએસએફ, આઈટીબીપી અને દાનહ અને દમણ-દીવ પોલીસની ટીમોએ ભાગ લીધો હતો.
દાનહ અને દમણ-દીવ પોલીસના કેપ્‍ટન શ્રી હરેશ્વર સ્‍વામીની કુશળ કેપ્‍ટનશીપ અને ખેલાડીઓના ઉત્‍કળષ્ટ પ્રદર્શનને કારણે જ સંઘપ્રદેશની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. જો કે દિલ્‍હી પોલીસની ટીમે ફાઈનલ મેચમાં દાનહ અને દમણ-દીવ પોલીસને 7 વિકેટે હરાવી હતી, પરંતુ પ્રથમ વખત યોજાયેલી આ ટૂર્નામેન્‍ટમાં ટચૂકડા સંઘપ્રદેશની ટીમે સમગ્ર ટુર્નામેન્‍ટમાં પોતના ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શનથી રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રદેશનું નામ રોશન કર્યું હતું.

Related posts

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

લોહી પૂરું પાડનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઈમર્જન્‍સી લોહી આપનારા તથા સૌથી વધુ વખત લોહી આપનારા વ્‍યક્‍તિઓનો માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

Leave a Comment