Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

જિલ્લા પંચાયતે પાણીની સમસ્‍યા હલ કરવા માટે ટેન્‍કર દ્વારા પાણી પહોંચાડવા કરેલું સૂચન : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નાગલીના લાડુ આપવા પસાર કરેલો પ્રસ્‍તાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સેલવાસ ખાતે ગઈ કાલે સોમવારે દાનહ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતીનિશાબેન ભવરના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી. જેમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, આજરોજ યોજાયેલી જિલ્લા પંચાયતની વાર્ષિક જનરલ બોડી મીટિંગ પાંચ કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં પ્રદેશની મહત્‍વપૂર્ણ સમસ્‍યાઓને આવરી લેવામાં આવી હતી.
જેમકે હાલમાં પંચાયતમાં ચાલી રહેલી પાણીની સમસ્‍યા માટે ટેન્‍કરની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેમજ મોન્‍સુન પહેલા પ્રદેશમાં બિસ્‍માર બનેલા રસ્‍તાઓનું સમારકામ કરવામાં આવે અને તેનું રીકાર્પેટીંગ કરવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. પીડબલ્‍યુડીના વર્કસની પગાર ઓછો તથા તેમની સેલેરી અને તેમની નોકરીની સુરક્ષા માટે તમામ સરપંચો અને ડિસ્‍ટ્રીક્‍ટ મેમ્‍બર સહમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે. હાલમાં મળી રહેલા વિધવા અને દિવ્‍યાંગના પેન્‍શનને 1000થી વધારી ર000 કરવા અંગે માંગ કરવામાં આવી છે.
એનઆરએલએમ અને પીએમએવાયને જોડી પ્રદેશની ગ્રામીણ વિસ્‍તારની મહિલાઓને સશક્‍ત કરવા માટે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને મીટિગમાં ઉપસ્‍થિત તમામ મહિલાઓએ એ સુનિヘતિ કર્યુ હતું કે પ્રદેશમાં આ યોજનાઓ કેવી રીતે લાગુ કરવી જોઇએ. કે જેથીગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ આત્‍મનિર્ભર બની શકે. ઉપરાંત નવા પંચાયત ઘર અને જે પંચાયતમાં ટાઉન હોલ નથી તે બનાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
પીએમપોષણ હેઠળ પ્રાયમરી સેક્‍શનના વિદ્યાર્થીઓને નાગલીના લાડુ આપવામાં આવશે. તેમજ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના પાંચમી અને છઠ્ઠી અનુસુચિ દાનહમાં લાગુ કરવાના પ્રસ્‍તાવને તમામ મહિલાઓએ સમર્થન આપ્‍યું હતું.
બેઠકમાં ઉપસ્‍થિત પ્રશાસનિક અધિકારીઓએ ઉપરોક્‍ત તમામ સમસ્‍યાઓના નિરાકરણ માટે હકારાત્‍મક આશ્વાસન આપ્‍યું હતું.

સાંસદ કલાબેન ડેલકરે દાનહને બંધારણની પાંચમી અને છઠ્ઠી સૂચિમાં સમાવવા જિ.પં.ની સામાન્‍ય સભામાં કરેલી રજૂઆત

દાનહમાં લેન્‍ડ માફિયાઓ, પોલિટીકલ માફિયાઓ અને અધિકારીઓની જુગલબંધીમાં આદિવાસીઓને ભૂમિહીન કરાયા બાદ મોડે મોડે સાંસદ કલાબેન ડેલકરને થયેલું બ્રહ્મજ્ઞાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
દાદરા નગર હવેલીની મુક્‍તિ બાદ અને 1991-92માં ઝડપી બનેલા ઔદ્યોગિકરણથી પ્રદેશના આદિવાસીઓની સોનાની લગડી જેવી મૂલ્‍યવાન જમીનો લેન્‍ડ માફિયાઓ, પોલિટિકલ માફિયાઓ અને અધિકારીઓની જુગલબંધીમાં પાણીના ભાવે પડાવી લેવામાં આવી હતી. જેના કારણે મૂળ જમીનના માલિક એવા આદિવાસીઓ જમીનવિહોણા થઈ ગયા બાદ હવે દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદ એવા શ્રીમતી કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસુચિમાં સમાવવા સોમવારે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના જે તે સમયના પાવરફુલ ગણાતા રાજનેતાઓએ પોતાના પ્રભાવ અને વગનો ઉપયોગ કરી દાદરા નગર હવેલીને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસુચિમાં સમાવવા પ્રયાસ કરવો જરૂરી હતો. પરંતુ હવે દાદરા નગર હવેલીના બહુમતી આદિવાસીઓ પણ જમીન વિહોણા બની ચૂક્‍યા છે અને દાદરા નગર હવેલીમાં આદિવાસીઓ પણ હવે વસતીની દૃષ્‍ટિએ લઘુમતીની કગાર ઉપર આવી ચૂક્‍યા છે ત્‍યારે બંધારણની પાંચમી અને છઠ્ઠી સુચીમાં સમાવવા સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે કરેલી રજૂઆત કેટલી સાર્થક ગણાશે?

Related posts

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

રાજ્‍યના ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી જમીનમાં ચાર હેક્‍ટર સુધી હરાજી વિના લીઝની પરવાનગી આપવાનો નિર્ણય કરાતા ક્‍વોરી ઉદ્યોગમાં આનંદની લહેર

vartmanpravah

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

Leave a Comment