Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદીવપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

વલસાડ તા.૧૨: વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દ૨ વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૬મી મે, ૨૦૨૨ નાં રોજ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીનો હેતુ લોકોમાં ડેન્‍ગ્‍યુ વિશે જાગળતતા લાવવાનો છે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ડેન્‍ગ્‍યુનાં લક્ષણો, ડેન્‍ગ્‍યુનો ફેલાવો, ડેન્‍ગ્‍યુથી બચવા માટેનાં ઉપાયો, વ્‍યક્‍ત અને મચ્‍છ૨ વચ્‍ચેનો સંપર્ક અટકાવવાનાં ઉપાયો વિશે મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવા માટેનાં ઉપાયો વિગેરે વિશે ઘરે-ઘરે જઇ સમજ આપવામાં આવશે.

ડેન્‍ગ્‍યુ મચ્‍છ૨થી જ ફેલાય છે અને ડેન્‍ગ્‍યુ નાબુદી માત્ર સરકારની સાથે સમાજની પણ જવાબદારી છે ત્‍યારે વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે મચ્‍છર ઉત્‍પતિનાં સંભવિત તમામ ઘરોની અંદર અને બહારની જગ્‍યાઓ, બાંધકામ વાળી જગ્‍યાઓ, પાણીનાં ભરાવા વાળી જગ્‍યાઓ વગેરે સ્‍થળો ઉપર પોરાનાશક કામગીરીમાં લોકોને પણ સક્રિય રીતે સામેલ કરી ડેન્‍ગ્‍યુ નિયંત્રણનાં પગલાંઓથી માહિતગાર કરવામાં આવશે.

‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ” ઉજવણીનાં ભાગરૂપે જિલ્લામાં વાહકજન્‍ય રોગ અટકાયતી પગલાં માટે જાહેર સ્‍થળોએ બેનરો લગાવી તથા -દર્શન ગોઠવવા વિગેરે -કારની -ચાર–સારની કામગીરી પણ કરવામાં આવનાર છે. વધુમાં જુન માસને મેલેરિયા વિરોધી માસ તથા જુલાઇ માસને ડેન્‍ગ્‍યુ વિરોધી મારા તરીકે ઉજવવાનું આયોજન પણ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરાયું છે.

આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા ડેન્‍ગ્‍યુનાં લક્ષણો જણાય તેવા દર્દીની વધુ તપાસ કરી નમુનો લઇ વિના મુલ્‍યે નિદાન કરી જરૂરી સા૨વા૨ આપવામાં આવે છે. સૌ સાથે મળીને ડેન્‍ગ્‍યુને અટકાવવા સહભાગી બનીએ, એવો મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તથા જિલ્લા મેલેરીયા અધિકારી દ્વારા અનુરોધ ક૨વામાં આવ્‍યો છે. આ અંગે વધુ માહિતી માટે નજીકનાં આરોગ્‍ય કર્મચારીઓ, આશા બહેનો કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્‍માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્‍પર મુકવાની માંગણી

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

Leave a Comment