April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

(…ગતાંકથી ચાલુ)
પુણેથી નીકળેલા સ્‍વાતંત્ર્ય સૈનિકોએ સફળ કામગીરી બજાવી હતી. તેમનું ત્‍યાંનું કાર્ય પૂラરું થયું હતું. તે પછી 15 ઓગસ્‍ટના સાતમા સ્‍વાતંત્ર્ય દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કર્યા પછી બધાને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. પ.પૂ. શ્રી ગુરૂજીના આશીર્વાદ અને તેમણે કહેલા શબ્‍દોને આદર્શ માનીને નીકળેલા આ નવયુવાનો પાછા ફરતી વખતે ત્‍યાંથી એક તણખલું પણ લેવું નહીં એવો નિヘય કરીને જ ગયા હતા. ત્‍યાંથી નીકળતી વખતે રાજા વાકણકરે કોઈની પાસે કોઈ ચીજવસ્‍તુ રહી ગઈ હોય તો યાદ કરીને અહીં મૂકી દેવી એવી સૂચના કરી. કોઈની પાસે કોઈ વસ્‍તુ તો હતી જ નહીં. પરંતુ ઘેરથી નીકળતી વખતે ઘણા ખરા લોકો પહેરેલ કપડે જ ગયા હોવાથી સ્‍થાનિક દુકાનોમાંથી 70-80 ગંજીફ્રોક લાવીને તેમને પહેરવા માટે આપવામાં આવ્‍યા હતા તે પણ તેમણે ત્‍યાં ઉતારીને મૂકી દીધા. સ્‍વયંસેવકોની આ ભાવના સમજવા માટે શ્રી બિંદુમાધવ જોષીના આ શબ્‍દો ખૂબ યોગ્‍ય બની રહેશે. ‘અમે ખાખી ચડ્ડી અને શર્ટ પહેરીને ગયા, દાદરા નગર હવેલી જીત્‍યા, એક ભૂભાગ પરની સત્તા હાથમાં આવી. સૌંદર્ય અને સમૃદ્ધિની વિપુલતાવાળો આપ્રદેશ અમારા હાથમાં આવ્‍યો. વિજેતાએ જિતેલા પ્રદેશનો ઉપભોગ કરવો એ તો અત્‍યાર સુધીની ચાલી આવતી પ્રણાલી છે. એ જ રાજમાર્ગ કહેવાયો છે. પણ અમે એ રસ્‍તે ગયા નહીં. રાવણનો પરાજય કર્યા પછી વિભીષણના હાથમાં રાજ્‍ય સોંપીને, જીતેલા પ્રદેશને પાછળ મૂકીને ચાલી નીકળવાનું હોય છે તે અમે જાણતા હતા. અમે પણ ખાખી ચડ્ડી પહેરીને ગયા. પ્રદેશ મુક્‍ત કર્યો. તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા. સાથે લાવ્‍યા ફક્‍ત કપડાંને ચોંટેલી માતૃભૂમિની માટી અને જીતીને મેળવેલો પોર્ટુગીઝોનો ધ્‍વજ, કારણ કે અમે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવકો હતા.’ પોર્ટુગીઝ સરકારે આગળ જતાં આ ધ્‍વજની માગણી કરી હતી. એ ધ્‍વજ પાછો મેળવવા તેઓ કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હતા. એની જાહેરાત પણ તેમણે કરી હતી પરંતુ તે પાછો આપવામાં આવ્‍યો ન હતો. આજે પણ આ ધ્‍વજ શ્રી બિંદુમાધવ જોષી પાસે છે.

(ક્રમશઃ)

Related posts

ભાજપના કેન્‍દ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરના અતિથિ વિશેષ પદે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ‘સંગઠન પર્વ કાર્યશાળા’ યોજાઈ

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

vartmanpravah

વાપી વી.ટી.એ. આયોજીત ત્રિદિવસીય પ્રિમિયર લીગ-7 યોજાઈ

vartmanpravah

Leave a Comment