Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબ દ્વારા પ્રથમ વાર્ષિકોત્‍સવ ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: મોબાઈલના દોરમાં પુસ્‍તકથી વિમુખ થતી આજની પેઢીને પુસ્‍તક વાંચન તરફ અને ગુજરાતી ભાષા માટે જાગૃત તથા પ્રેરિત કરવા માટે પુસ્‍તક પરબ કિલ્લા પારડી દ્વારા સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો છે. દર માસના પ્રથમ રવિવારે કિલ્લાપારડીમાં કિંજલ પંડયાના નેતૃત્‍વમાં પુસ્‍તક પરબનું આયોજન કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક પુસ્‍તકો સાથે 1500 થી 1800 જેટલા રસપ્રદ પુસ્‍તકોના મેળાનું આયોજન કરવામાં આવે છે.
પુસ્‍તક પરબ મેળાની શરૂઆત થયાને એક વર્ષ પૂર્ણ થતા પુસ્‍તક પરબ કિલ્લા પારડી દ્વારા આગામી તારીખ 02-4-2023 રવિવારનાં રોજ ધીરૂભાઈ સત્‍સંગ હોલ, જુની મામલતદાર ઓફિસની બાજુમાં ને.હા.નં. 48 ખાતે વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્‍યુ છે.
પુસ્‍તક પરબના વાર્ષિક સમારોહમાં વક્‍તા અને લેખક અંકિત દેસાઈની ખાસ ઉપસ્‍થિતિ રહેશે. પુસ્‍તક પરબના વાર્ષિક સમારોહમાં સૌ વાંચન પ્રેમીઓ, સાહિત્‍ય રસીકો અને વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે આયોજક કિંજલ પંડયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related posts

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment