Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દાદરા નગર હવેલીમાં વન વિભાગ દ્વારા 68 જેટલા ચેકડેમ બનાવાયા છે. પરંતુ ચોમાસામાં પડતા ધોધમાર વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીના પવ્રાહ સાથે આવતા કૂડા-કચરા અને માટી-મથ્‍થરથી ચેકડેમો પુરાઈ જતા હોય છે અને તેમાં પાણીનો સંગ્રહ થતો નથી. તેથી જે ચેકડેમો પુરાઈ ગયા હોય અને પાણીનો સંગ્રહ નહીં થઈ શકતો હોય તેવા તમામ ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા ડિસીલ્‍ટીંગ(પાણીની નિસ્‍યંદન પ્રક્રિયા)ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ડિસીલ્‍ટીંગ પ્રક્રિયા હેઠળ ચેકડેમોમાં ‘અમૃત સરોવર યોજના’થી પ્રેરિત થઈ એક એકર વિસ્‍તારમાં અંદાજીત દસ હજાર ક્‍યુબિક મીટર ઘેરાવમાં પાણી સંગ્રહિત કરી શકાશે. ડિસીલ્‍ટીંગ પ્રક્રિયા હેઠળ વનવિભાગ દ્વારા ‘અમૃત સરોવર યોજના’ને સાકાર કરવાના હેતુથી દાનહના ઉમરકૂઈ બેહદુનપાડા ગામમાં બનેલા ચેકડેમમાં ડિસીલ્‍ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉમરકુ/ બેહદુનપાડા શહેરની સુવિધાઓથી દૂર જંગલની વચ્‍ચે આવેલ વિસ્‍તાર છે. વન વિભાગની ડિસીલ્‍ટીંગની કામગીરીથી વન્‍યજીવોને પાણી મળી રહેશે અને જમીન અને જળ સંરક્ષણની કામગીરીને ફાયદો થશે, જેમાં પર્યાવરણના રક્ષણની સાથે સ્‍થાનિક લોકોના કુવા અને બોરવેલમાં પાણીનું સ્‍તરવધશે.

Related posts

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

ધરમપુર આસુરા ગામે સાસરે જવા નિકળેલ દંપતિની મોપેડને ઈકોએ ટક્કર મારતા પતિનું મોત

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment