April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

ક્રેડિટ કેમ્‍પના માધ્‍યમથી સ્‍વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ થકી કુલ રૂા. 12.33 કરોડના કેશ ક્રેડિટ ચેકનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.19
નવસારી જિલ્લા ધોડિયા સમાજની વાડી સુરખાઈ ખાતેઆદિજાતી વિકાસ, અન્ન, નાગરિક, પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જીલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત, ક્રેડિટ કેમ્‍પના માધ્‍યમથી સ્‍વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ થકી કુલ રૂા.12.33 કરોડના કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, કુલ 990 કેશ ક્રેડીટના લક્ષ્યાંકની સામે 1756 અરજીઓ મંજુર કરવામાં આવી અને જેમાંથી 1100 અરજીઓના લોનનું ધિરાણ કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં સ્‍વસહાય જૂથના 700 બહેનો સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં શ્રેષ્‍ઠ કામગીરી કરેલ પાંચ બ્રાન્‍ચ મેનેજરશ્રીઓને, શ્રેષ્‍ઠ કામગીરી કરેલ બેંક મિત્ર, શ્રેષ્‍ઠ કામગીરી કરતા બીસી સખી તથા શ્રેષ્‍ઠ કામગીરી સખીમંડળની તમામનું પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. વધુમાં સખીમંડળની બહેનો દ્વારા ઉત્‍પાદિત ચીજ વસ્‍તુઓ પણ વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ડીઆરડીએ નિયામકશ્રી પી. કે. હડૂલા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો. અમીતાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, એલડીએમશ્રી, આરસેટી ડાયરેક્‍ટરશ્રી, ચીફ મેનેજર પ્રાયોરીટી સેક્‍ટેર બેંકઓફ બરોડા, તથા વિવિધ બેંકોના બ્રાન્‍ચ મેનેજરશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા ટીમ ફય્‍ન્‍પ્‍ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment