Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

દમણ પોલીસે વલસાડ જિલ્લાના ૭૦૦થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરી હતીઃ પ૦૦૦થી વધુ પોસ્ટર વિવિધ વિસ્તારોમાં ચોંટાડ્યા : ૧૮ દિવસ દમણ અને વલસાડ જિલ્લામાં શોધખોળ કર્યા બાદ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના નવસારી, ભરૂચ, અંકલેશ્વર, સુરતમાં ટીમ મોકલી શોધખોળ હાથ ધરી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશ દમણના ડોરી કડેયા ગામથી ગત 24મી ફેબ્રુઆરીએ ગુમ થયેલ 11 વર્ષીય બાળકને દમણ પોલીસે સુરતના કતારગામથી પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું છે. 24 દિવસ પહેલા ઘરેથી સાયકલ લઈને નીકળી ગયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે અખબારી જાહેરખબર, પોસ્‍ટર, લાઉડસ્‍પીકર પર લોકોને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ત્રણેક જેટલી ટીમ બનાવી દમણ, ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. જેના અંતે ગુમ બાળક સુરતના કતારગામ સ્‍થિત એક સંસ્‍થામાંથી સુરક્ષિત મળી આવ્‍યો હતો.
આ અંગે દમણ પોલીસે આપેલી માહિતી અનુસાર ગત તારીખ 24.02.2023 ના મૂળ બિહારના અને હાલમાં દમણના ડોરી કડેયા ગામમાં એક રૂમમાં રહેતા સુપનકુમાર દુકિત સિંહે પોલીસ સ્‍ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો 11 વર્ષીય પુત્ર સાજન ગુમ થયો છે. કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિએ તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્‍યક્‍ત કરી હતી.
આ ફરિયાદ આધારે દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્‍સઆધારે જાણકારી મેળવવા પ્રયાસ કર્યો હતો. આવનજાવનના મુખ્‍ય માર્ગો પર લાગેલા સીસીટીવી માં પણ તપાસ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસને જાણકારી મળી હતી કે, બાળક સાયકલ પર પોતાના ઘરેથી નીકળ્‍યો હતો. જે પાતલીયા ચેકપોસ્‍ટથી ગુજરાતના ઉદવાડા તરફ સાયકલ લઈને ગયો છે. આ જાણકારી આધારે પોલીસ ટીમનું ગઠન કરી ગુજરાતના નજીકના પોલીસ મથકો, રેલવે સ્‍ટેશન, બસ સ્‍ટેશન પર તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળકની કોઈ ભાળ મળી નહોતી. ઘરેથી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે વલસાડ જિલ્લાના 700થી વધુ સ્‍થળો પર તપાસ કરી હતી. 5000 થી વધુ પોસ્‍ટર વિવિધ વિસ્‍તારમાં ચોંટાડયા હતાં. ગુમ થયેલ બાળકની ભાળ મેળવવા માટે વલસાડ જિલ્લાના ગામડે ગામડે લાઉડસ્‍પીકરની મદદથી લોકોને જાણકારી આપવા અપીલ કરી હતી અને વલસાડ જિલ્લાના ન્‍યુઝ પેપરોમાં બાળક ગુમ થયાની નોંધ છપાવી હતી. લગાતાર 18 દિવસ સુધી દમણ અને વલસાડ જિલ્લામાં શોધખોળ કર્યા બાદ વધુ તપાસ માટે મહારાષ્‍ટ્રમાં તેમજ ગુજરાતના નવસારી, ભરૂચ, અંકલેશ્વર, સુરતમાં ટીમ મોકલી શોધખોળ હાથ ધરી હતી. વિવિધ સામાજિક સંસ્‍થાઓની, બાળગૃહ, સ્‍થાનિક રેલવે સ્‍ટેશન, બસસ્‍ટેન્‍ડની મુલાકાત લીધી હતી. દિવસ રાતની આ મહેનત બાદ આખરે ગુમ બાળકને સુરતનાકતારગામથી શોધી કાઢવામાં આવ્‍યો હતો.
પોલીસે જણાવ્‍યું હતું કે, કતારગામમાં દમણ પોલીસની ટીમ એક સામાજિક સંસ્‍થામાં બાળકના ફોટો સાથે પહોંચી હતી ત્‍યારે આ સંસ્‍થામાં બાળક હાજર હોવાનું અને સુરક્ષિત હોવાનું જોવા મળ્‍યું હતું. એટલે તાત્‍કાલિક બાળકનો કબજો લઈ દમણ લાવી તેમના માતાપિતાને હેમખેમ સુપ્રત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બાળકે જણાવ્‍યું હતું કે ઘરેથી સાયકલ પર નીકળ્‍યા બાદ તે ઉદવાડા રેલવે સ્‍ટેશનથી સુરત જતી ટ્રેનમાં ચડી ગયો હતો. તેમની મમ્‍મી પાસેથી અનેકવાર સુરતનું નામ સાંભળ્‍યું હોય બાળક સુરત રેલવે સ્‍ટેશન પર ઉતરી ગયો હતો. જ્‍યાં એક સમાજસેવી સંસ્‍થાએ તેમને પોતાની સંસ્‍થામાં સુરક્ષિત રાખ્‍યો હતો. 24 દિવસ બાદ પરિવાર સાથે મિલન થતા બાળક અને તેના માતાપિતાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્‍યા હતાં.

Related posts

પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન હળપતિના પુત્રનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન

vartmanpravah

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્‍ટનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

Leave a Comment