January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ, સોનલ પટેલએ રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ શહેરને મહાનગર પાલિકા જાહેર કરવા માટે માજી કોર્પોરેટરોએ કલેક્‍ટરને લેખિત રજૂઆત આજે કરી હતી. વિવિધ 15 જેટલા ગામોને એકત્રિત કરાય તો 3.08 લાખની વસ્‍તી થઈ જાય છે.
માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ તથા સોનલ પટેલએ કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી વલસાડને મહાનગર પાલિકા બનાવવાની માંગણી કરી છે. વલસાડ લગોલગ આવેલી 15 ગામ ભાગડાવાડા, નનકવાડા, તિથલ, કોસંબા, વશીયર, પારનેરા, પારનેરા પારડી, અતુલ, પારડી સાંઢપોર, ગુંદલાવ, ધમડાચી, વેજલપુર જેવા 15 જેટલા ગામોને એકીકરણ કરાય તો વસ્‍તી 3.08 લાખ જેટલી થઈ જાય છે તેથી વલસાડને મહાનગર પાલિકાનો દરજ્‍જો મળી શકે એમ છે. અથવા ચાર નવી પાલિકા પણ બનાવી શકાય છે. ગુંદલાવ જીઆઈડીસી ઔદ્યોગિક દૃષ્‍ટિએ હરણફાળ ભરી રહેલ છે. આજુબાજુના અનેક રેસિડેન્‍સિયલ સ્‍કીમ ડેવલોપ થઈ રહી છે. મહાનગર પાલિકા બને તો એસ્‍ટેટ બજારમાં તેજી આવે તેવી વિસ્‍તારથી વિગતો લેખિત રજૂઆતમાં જણાવાઈ હતી.

Related posts

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની રચનાના ચક્રો ગતિમાન થયાઃ આગામી બેઠકમાં ચેરમેન સહિતના નામો જાહેર થશે

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

Leave a Comment