January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

ધરમપુરમાં જી.એસ.ટી અધિકારી બની આવેલો ઠગ વેપારીઓની સતર્કતાથી જેલમાં ધકેલાયો

પાવડીયા સંદીપ ભુરાભાઈ વેગેનાર કારમાં આવી જનતા આઈસ્‍ક્રીમમાં ચેકીંગ કરી રૂા.પ0 હજારની માંગણી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
ધરમપુરમાં આજે ગુજરાત ગેસ હાઉસ નીચે કાર્યરત જનતા આઈસ્‍ક્રીમ નામની દુકાનમાં એક ઠગ ઈસમ જી.એસ.ટી. અધિકારીનો સ્‍વાંગ રચી વેપારી પાસે રૂા.પ0 હજારની માંગણી કરી હતી. પરંતુ વેપારીની સતર્કતાને લઈ ઠગ જેલ ભેગો થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરમાં દોઢ-બે મહિના પહેલા જીતેન્‍દ્રભાઈ અને ધર્મેશભાઈએ ગુજરાત ગેસ્‍ટ હાઉસ નીચે જનતા આઈસ્‍ક્રીમ નામની દુકાન શરૂ કરી હતી. આજે બપોરે પોતાની ઓળખ જી.એસ.ટી. અધિકારી હોવાની આપી ધર્મેશભાઈને દબડાવી પ0 હજારની માંગણી કરી હતી. ત્‍યારે ધર્મેશભાઈએ અધિકારી બનેલ ઠગ લાગતો હોવાનું જણાતા ભાઈ જીતેન્‍દ્રને બોલાવવાનું કહેલું હતું. તે દરમિયાન પેલો ઈસમ વેગોનાર કાર નં.જીજે-પીપી-7645 લઈને આવેલો હતો. તે કાર લઈ ભાગવાની ફિરાકમાં હતો. ત્‍યાં બન્ને ભાઈઓએ ઝડપી પાડી પોલીસ ભેગો કર્યો હતો.
પૂછપરછમાં અધિકારીના સ્‍વાંગમાં આવેલ ઠગે તેનું નામ સંદીપ ભુરાભાઈ પાવડીયા બતાવ્‍યું હતું. પોલીસમાં મામલો જતા અન્‍ય વેપારીઓ પાસેથી આઠગ દસ, વીસ હજાર જી.એસ.ટી. અધિકારીના સ્‍વાંગમાં લઈ ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.

Related posts

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

Leave a Comment