March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

સંઘપ્રદેશના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા કરાયેલી પહેલ : બનાસ ડેરીમાં પ્રશિક્ષિત થયા બાદ દુધના ઉત્‍પાદન તથા દુધાળા ઢોરની લેવાતી કાળજીની પણ મેળવશે સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર4
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીનાઆદિવાસીઓને ગીર ગાય અને દુધાળા ઢોર આપવાની યોજના બનાવી છે અને આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભ પણ લેવામાં આવી રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની યોજનાને અસરકારક રીતે સાકાર કરવા દાનહના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા પશુપાલકોને ગાય તેમજ દુધાળા ઢોરની જાળવણી તેમજ દુધની ઉત્‍પાદક્‍તામાં વધારો લાવવા રખાનારી જરૂરી કાળજીના પ્રશિક્ષણ માટે બનાસકાંઠા ડેરીના સહયોગથી ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાગ લેવા આજે દાનહના પશુપાલકોએ બનાસકાંઠા પ્રસ્‍થાન કર્યુ હતું.
જે અંતર્ગત પશુપાલકોને ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમ દરમિયાન રહેવા, જમવા, ખાવા-પીવાની વ્‍યવસ્‍થા સાથે મફત બસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
આજે સવારે 11.00 વાગ્‍યે દાનહના જિલ્લા કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસના માર્ગદર્શન હેઠળ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના દિશાનિર્દેશથી વેટરનરી ઓફિસર ડો.વિજય પરમાર, એસ.સી./એસ.ટી.કોર્પોરેશનના સિનીયર મેનેજર શ્રી અંબિકા સિંઘે તમામ પશુપાલક ભાઈઓ અને બહેનોને વિધિવત પૂજન કરી બસ દ્વારા બનાસકાંઠા માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
આ તમામ ભાઈઓ અને બહેનો સરકાર દ્વારા કરાયેલી પહેલનો યોગ્‍ય લાભ લઈ તાલીમ લીધા બાદ તેઓ દાદરા નગર હવેલીના અન્‍યખેડૂતોને તેમના દુધાળા પશુઓ ઉછેરવા માટે પણ યોગ્‍ય સમજણ આપશે એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment