April 29, 2024
Vartman Pravah
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

  • ટીમની સાથે આગળ વધી મહેનત કરવામાં આવે તો કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે : તપસ્‍યા રાઘવ

  • દમણ જિલ્લા ગ્રામ્‍ય ખેલ મહોત્‍સવમાં કુલ 2460 ખેલાડીઓની રહેનારી ભાગીદારી

  • દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલે ગ્રામીણ ખેલ મહોત્‍સવના આયોજન પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની યુવાલક્ષી નીતિ અને કલેક્‍ટર તપસ્‍યા રાઘવના હકારાત્‍મક અભિગમને આપેલો શ્રેય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર4
આજે ભીમપોર હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો આરંભ દમણના કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવે આન બાન અને શાનથી કરાવ્‍યો હતો. ખેલ મહોત્‍સવના ઝંડાને લહેરાવ્‍યા બાદ કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવે ગ્રામીણ ખેલ મહોત્‍સવમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓની પરેડના પણ સાક્ષી બન્‍યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવમાં યોજાનારી વિવિધ રમતોમાં કુલ ર460 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જે એકસિદ્ધિ છે. તેમણે જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ખેલમાં રૂચી અને યુવાનોને રમતગમતના ક્ષેત્રે આગળ લાવવાની યોજનાનો એક ભાગ હોવાનું જણાવ્‍યું હતું.
શ્રીમતી તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પહેલની આવશ્‍યકતા હોય છે. ગ્રામીણ ખેલ મહોત્‍સવમાં મોટા ભાગની રમતો ટીમ આધારીત છે. તેથી ટીમની સાથે આગળ વધી મહેનત કરવામાં આવે તો કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. તેમણે જણાવ્‍યું હતું કે સંઘપ્રદેશ પ્રશાસન પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ટીમમાં કામ કરી લક્ષ્યને પ્રાપ્ત કરવા સુસજ્જ છે.
આ પ્રસંગે સ્‍વાગત વક્‍તવ્‍યમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવના આયોજનનું શ્રેય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ અને માર્ગદર્શનને આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવના હકારાત્‍મક અભિગમ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની યુવાલક્ષી નીતિના કારણે આ રમત મહોત્‍સવ શક્‍ય બન્‍યો હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ખેલદિલી અને ભાઈચારાની ભાવના સાથે ખેલ મહોત્‍સવને પૂર્ણ કરવા પોતાની શુભકામના પણ પાઠવી હતી.
આજે મહિલાઓ માટેની ટગ ઓફ વોરની સ્‍પર્ધા પણ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાંકરાટેનું કૌવત પણ દર્શાવવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી વર્ષિકાબેન પટેલ, કચીગામ વિભાગના જિ.પં. સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન મહેન્‍દ્રભાઈ કામલી, ભીમપોરના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, દુણેઠાના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલ સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, જિ.પં.સભ્‍યો, આગેવાનો તથા ખેલાડીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં જામનારો ચતુષ્‍કોણિય જંગઃ શિવસેનાને પોતાનું સત્તાવાર નિશાન તીરકામઠું નહીં મળતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

vartmanpravah

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment