(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આવતી કાલે સંઘપ્રદેશ પ્રશાસનના મેડિકલ અને હેલ્થ સર્વિસિસ વિભાગ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આવતી કાલે યોજાનારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સંઘપ્રદેશ પ્રશાસનના મેડિકલ અને હેલ્થ સર્વિસિસ વિભાગ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. ભાગ લેનારાઓને ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ તથા યોગા મેટ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળેછે.