April 28, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

નકલી જન્‍મ પ્રમાણપત્રના આધારે રર વર્ષ પહેલાપીએસઆઈ તરીકે મેળવેલી નોકરી : ડીઆઈજીને કરાયેલી ફરિયાદ બાદ ખુલેલી પોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
બનાવટી કાગળોના આધારે 22 વર્ષ સુધી કામ કરનાર સસ્‍પેન્‍ડેડ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી પંકેશ ટંડેલ સામે તપાસ બાદ મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પીઆઈના બનાવટી દસ્‍તાવેજોની ફરિયાદ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિક્રમજીત સિંહને કરવામાં આવી હતી. ત્‍યારબાદ કરાયેલી તપાસમાં ફરિયાદમાં તથ્‍ય જણાતા ડીઆઈજીએ પીઆઈ પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ-દીવ પોલીસમાં પીઆઈ પંકેશભાઈ ટંડેલ વિરુદ્ધ બનાવટી દસ્‍તાવેજોની મદદથી ભરતી થવા બદલ ફરિયાદ મળતાં, કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસના ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ શ્રી વિક્રમજીત સિંહે 14મી મેના રોજ દમણ-દીવ પોલીસ ગૌણ સેવાઓ (શિસ્‍ત અને અપીલ) નિયમો, 2005ની કલમ 12ની પેટા કલમ 1ના આધારેમાં,5ીઆઈ પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વિભાગીય અધિકારીઓએ દસ્‍તાવેજોની તપાસ કરી તો, પંકેશ ટંડેલે જન્‍મના નકલી પ્રમાણપત્રના આધારે પીએસઆઈની નોકરી મેળવી લીધી હતી.ત્‍યારબાદ તેમને પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે પ્રમોશન પણ મળ્‍યું હતું.
આ કેસમાં પીએસઆઈ ચેતન આર. પટેલ દ્વારા પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલ સામે કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન મોટી દમણમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધીને તેમના સ્‍તરેથી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પીઆઈ પંકેશ ટંડેલ સરકારી એજન્‍સીમાં નકલી જન્‍મ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવ્‍યાનો મામલો સામે આવ્‍યા બાદ તાજેતરમાં મેડિકલ બોર્ડ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી, જેમાં પંકેશ ટંડેલની લંબાઈ અંગે ખામી જણાઈ હતી. પંકેશ ટંડેલની લંબાઈ નિર્ધારિત માપદંડો કરતા 1 ઈંચ ઓછી હોવાનું જાણવા મળે છે તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

તા.૧૫મી જાન્‍યુઆરીએ વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળશે

vartmanpravah

અદાણી ગેસ કંપની ડીલરશીપ માટે બોગસ વેબસાઈટ ઉપર વાપીના ઉદ્યોગપતિ સાથે 94.20 લાખનો સાઈબર ફ્રોડ કરનાર ટોળકીનો 4થો આરોપી ઝડપાયો

vartmanpravah

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

ઉદવાડામાં કપડા ખરીદવા ગયેલી પરણિતા ગુમ

vartmanpravah

Leave a Comment