October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

ઝઘડામાં લોખંડના રોડ, કુહાડી ઉછળ્‍યા : ડુંગરા પોલીસમાં સામ-સામી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી તાલુાકના કોપરલી ગામે આંગણામાં આવેલી ખુલ્લી જગ્‍યાની જમીન અંગે કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે ઝઘડો લોહિયાળ બન્‍યો હતો. ઝઘડામાં લોખંડનો રોડ, કુહાડી ઉછળતા એક મહિલા સહિત પાંચ પુરુષો ઘાયલ થતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
કોપરલી ગામે કુંભારવાડામાં આવેલ વડીલોપાર્જીત મકાન અને દુકાન તરીકે દરજીકામ સાથે માટલા-વિડા વેચાણ કરતા ધનસુખલાલ ગોવિંદજી પ્રજાપતિ, દીકરા જીગર પ્રજાપતિ, જય પ્રજાપતિ સાથે પડોશમાં રહેતા હસમુખ રમણ પ્રજાપતિ, દિનેશ રમણ પ્રજાપતિ, ધ્રુવલ પ્રજાપતિ વચ્‍ચે ગતરોજ આંગણાની જમીન અંગે ઝઘડો થયો હતો. જેમાં લાકડાના ફટકા મારી, મુઢ માર એકબીજાને થતા તમામ કૌટુંબિક ભાઈઓ સહિત એક મહિલા ઈજાગ્રસ્‍ત થતા વાપીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં એક પક્ષના લતા હસમુખ પટેલના આંગણામાં રહેલ ચુલો પણ ફેંકી દેવાયેલો. તેમાં એકબીજા પર કરાયેલા હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયેલા. મુળ ઝઘડાનું કારણ આંગણામાં રહેલી જમીનની માલિકી માટે બે પરિવારો વચ્‍ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.ગતરોજ ઝઘડો, મારામારી અને લોહિયાળ બનેલો તેથી બન્ને પક્ષોએ ડુંગરા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

સંજાણ ખાતે જય અંબે નવયુવક અને મહિલા મંડળ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment