Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

દમણ જિલ્લા આંતર શાળાકીય વોલીબોલ સ્‍પર્ધામાં અંડર 17 અને 19 છોકરાઓની શ્રેણીમાં દિવ્‍ય જ્‍યોતિ શાળાએ મેળવેલો પ્રથમ ક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પ્રદેશમાં રમત-ગમત સંસ્‍કૃતિના બહોળા વિકાસ હેતુ વહીવટીતંત્રના યુવા બાબતો અને રમત ગમત વિભાગના સચિવ ડો. અરુણ ટી. અને રમત ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણ જિલ્લા આંતર શાળાકીય રમત ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણ જિલ્લા આંતર શાળાકીય રમત ગમત સ્‍પર્ધામાં 14, 17 અને 19 વર્ષથી ઓછી વયના છોકરીઓ અને છોકરાઓ માટે ટેબલ ટેનિસ, બેડમિન્‍ટન, લોન ટેનિસ, ચેસ,વોલીબોલ, બોક્‍સિંગ અને તીરંદાજીની સ્‍પર્ધાઓ યોજવામાં આવી રહી છે. જેમાં તા.25/09/2023 થી 27/09/2023 દરમિયાન ચેસ (અંડર 14, 17, 19 હેઠળની છોકરીઓ અને છોકરાઓ) અને વોલીબોલ (અંડર 17 અને 19ના છોકરાઓ માટે) સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લા આંતર શાળાકીય વોલીબોલ સ્‍પર્ધામાં અંડર 17 અને 19 છોકરાઓની શ્રેણીમાં દિવ્‍ય જ્‍યોતિ શાળાએ પ્રથમ ક્રમ મેળવ્‍યો હતો. અંડર 17 છોકરાઓમાં સનરાઈઝ ચેંપ સ્‍કૂલ અને અંડર 19 છોકરાઓની શ્રેણીમાં સાર્વજનિક શાળા દમણને દ્વિતીય સ્‍થાન હાંસ કર્યું હતું.
તા.29/09/2023ના રોજ બોક્‍સિંગ (અંડર 14 બોયઝ, 17 અને 19 ગર્લ્‍સ અને બોયઝ) અને તીરંદાજી (અંડર 14, 17, 19 ગર્લ્‍સ અને બોયઝ, રિકર્વ અને ઈન્‍ડિયન) સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ દમણ જિલ્લા આંતર શાળાકીય રમત ગમત સ્‍પર્ધામાં દમણ જિલ્લાની તમામ શાળાઓના ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આજની જિલ્લા કક્ષાની સ્‍પર્ધાના મુખ્‍ય અતિથિ તરીકે દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં તમામ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે આપણે જીવનભર રમત ગમત સાથે જોડાયેલા રહેવું જોઈએ, કારણ કે આપણા શરીર અને મનને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત રાખવા માટેરમત ગમતનું આપણા જીવનમાં ખુબ જ મહત્‍વ છે.
તમામ વિજેતા ખેલાડીઓને દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાના હસ્‍તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ દમણ જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાને સફળ બનાવવા દમણ જિલ્લાની વિવિધ શાળાઓના તાલુકા રમત ગમત સંયોજક અને શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકો અને વિભાગના કોચ તથા સ્‍ટાફે સહયોગ આપ્‍યો હતો.

Related posts

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

દાનહ-દમણમાં મંગળવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયા

vartmanpravah

Leave a Comment