Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલે 16 સમિતિઓના પ્રભારીઓની કરેલી નિમણૂક: કોળી પટેલ સમાજને એક અને નેક બની કામ કરવા આપેલી પ્રેરણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: આજે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની ભેંસરોડ ખાતે શ્રી સોમનાથ ભવન ખાતે પ્રમુખ ડો. નાનુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠકમાં શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના પ્રમુખપદનો ચાર્જ વિધિવત્‌ રીતે છોડી દીધો હતો અને સંપૂર્ણ જવાબદારી સમાજે ડો. નાનુભાઈ પટેલને સુપ્રત કરી હતી.
આજની બેઠકમાં વિવિધ 16 સમિતિઓના પ્રભારીની નિમણૂક કરવામાં આવીહતી. જેમાં સાંસ્‍કૃતિક મહિલા સમિતિના પ્રભારી તરીકે શ્રીમતી વર્ષાબેન પ્રવિણભાઈ પટેલ, જનસંપર્ક વિભાગના પ્રભારી શ્રી જયંતિભાઈ પટેલ, અને સહ પ્રભારી પદે શ્રી સંજય નટુ પટેલ, કેમ્‍પસ ડેવલપમેન્‍ટના પ્રભારી પદે શ્રી જીજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ, શિક્ષણ વિભાગના પ્રભારી શ્રી કાંતિભાઈ પટેલ, આરોગ્‍ય વિભાગ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને સહ પ્રભારી શ્રી રાજેશ બી. પટેલ. યુવા સમિતિ શ્રી જયેશ મકન પટેલ, સમૂહલગ્ન સમિતિ શ્રી ભરત આર. પટેલ અને સહ પ્રભારી શ્રી ચિમન ખાલપ પટેલ, રમત ગમત શ્રી તનોજ પટેલ અને સહ પ્રભારી દીપેશ પટેલ, નાણાં વિભાગ શ્રી રમેશભાઈ પટેલ, મેનેજમેન્‍ટ શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, મંદિર બાંધકામ શ્રી ઉદય પટેલ, કિસાન વિકાસ શ્રી નાનુભાઈ ગોવન પટેલ, મકાન સંરક્ષણ શ્રી રમેશભાઈ (સોમાભાઈ) પટેલ, લીગલ સેલ શ્રી ઉદય પટેલ, વિવિધ સંસ્‍થા સંપર્ક અને સંચાલ શ્રી બાબુભાઈ પટેલ અને સહાયક શ્રી સુભાષ પટેલ અને એન.આર.આઈ. પ્રભારી શ્રી ઉપેન્‍દ્ર કેશવભાઈ પટેલ અને મદદનીશ પ્રભારી તરીકે શ્રી દીપેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ બેઠકમાં તમામ સમિતિઓના પ્રભારી અને સહ પ્રભારીઓને અધ્‍યક્ષ ડો. નાનુભાઈ પટેલે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી અને સમાજને એક અને નેક બની કામ કરવા પ્રેરિત કર્યા હતા.

Related posts

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

ઉમરગામ પાલિકાના લાપરવહી કારભારના પરિણામે વધેલુ પ્રદૂષણ

vartmanpravah

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah

દાનહ આદિવાસી ભવનઃ દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરની પણ પૂછપરછ માટે પોલીસ તેડું મોકલી શકે છે

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment