(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી એસટી બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર-1 ઉપર ગામના નામોમાં શબ્દ જોડણીમાં છબરડાથી એસટી નિગમના જવાબદાર અધિકારીઓની બેદરકારી છતી થવા પામી છે. પ્લેટફોર્મ નંબર-1 ઉપર ગામોની યાદીમાં તલાવચોરાના સ્થાને તલાવચોર અને સોલધરાના સ્થાને સોલધરી લખાવેલ છે. શબ્દ જોડણીમાં આ પ્રકારની ભૂલથી અર્થનો અનર્થ થાય અને દિવસભર હજારો લોકોની અવર જવર બસ સ્ટેન્ડ પર રહેતી હોય છે. તેવામાંલોકોની લાગણી દુભાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
