April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી( વંકાલ ), તા.02
ચીખલી તાલુકાના કલીયારી ગામના રહીશો દ્વારા વર્ષોથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ગ્રામ પંચાયતના મંજૂર થયેલ મકાનનું બાંધકામ એજન્‍સી દ્વારા કામ શરૂ કરાયું હતું. પરંતુ તે કામ પૂર્ણ નહીં કરાતા અને અધુરૂં જ છોડી દેતાં આ બાબતે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પંચાયતના માર્ગ×મકાન વિભાગે નોટીસ ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કલીયારી ખાતેગ્રામ પંચાયતની ભૌતિક સુવિધાનો પ્રશ્ન યથાવત જ હતો. અગાઉ કલીયારી ગામના અગ્રણી તત્‍કાલીન સરપંચ શ્રી શંકરભાઈ પટેલના શાસનમાં 1988માં રૂપિયા 50 હજારના ખર્ચે ગ્રામ પંચાયતનું મકાન આશરે ત્રીસ વર્ષ પહેલાં નિર્માણ કરાયું હતું. વર્ષોનો સમય વીત્‍યા બાદ આવરદા પૂર્ણ થતાં જ મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં બની જતાં નવા મકાન માટે અનેક વાર રજૂઆતો સાથે તત્‍કાલીન મહિલા સરપંચ શ્રીમતી ટીનાબેન દ્વારા 2019માં ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરી નવા ગ્રામ પંચાયતના મકાન માટે માંગણી કરી હતી તેમજ મહિલા સરપંચ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજૂઆત સાથે એ સમયગાળામાં ચીખલીના ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલને પણ લેખિત રજૂઆત કરતા શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રાજ્‍યના પંચાયત મંત્રીને ભલામણ કરવામાં આવી હતી, જ્‍યારે ઘણાં સમયથી નવા મકાનની રાહ જોવાતી હતી. એ મકાન 2021માં ગ્રામ પંચાયતનું નવા મકાન રૂપિયા 14 લાખના ખર્ચે નવું મકાન બાંધકામ માટે મંજૂરી મળતા કલીયારી ગામના લોકોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ હતી, પરંતુ ખુશી પાણીમાંનો પરપોટો સાબિત થવા પામી છે.
આશરે આઠેક મહિનાથી મંજૂર થયેલ મકાનનું અત્‍યાર સુધીમાં પ્‍લીન્‍ટ લેવલ સુધી જ બાંધકામ કરી એજન્‍સી દ્વારા કામ બંધ કરી દેતા ચીખલી પંચાયત માર્ગ×મકાન વિભાગ દ્વારાએજન્‍સીને તારીખ 23.05.2022ના રોજ નોટીસ આપતા ચર્ચાનો વિષય બન્‍યો છે. જ્‍યારે હાલમાં તો ગ્રામ પંચાયતનું નવા મકાનનું બાંધકામ નહિ થાય ત્‍યાં સુધી ગામની ડેરીના મકાનમાં ભાડું ચૂકવી ગાડું ગબડાવી રહ્યા છે. તો શું વર્ષથી રાહ જોવાઈ રહેલી ગ્રામ પંચાયતના નવા મકાનનું બાંધકામ અધ્‍ધર જ રહશે કે પછી તંત્ર કડક વલણ અપનાવી એજન્‍સીની ટેન્‍ડર પ્રક્રિયા રદ્‌ કરી નવી ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરી ગામની પ્રજા માટે નવા મકાનનું ત્‍વરીત બાંધકામ ચાલું કરાવશે એ જોવું રહ્યું!

જુનું મકાન

ગ્રામ પંચાયતના મંજૂર થયેલ મકાનનું બાંધકામ એજન્‍સી દ્વારા પ્‍લીન્‍ટ લેવલ સુધી જ કરી અધુરૂં મૂકી કામ બંધ કરાતા એજન્‍સીને નોટીસ આપી છે. જો સમયમર્યાદામાં કામ પૂર્ણ નહિ કરાય તો બ્‍લેકલિસ્‍ટ કરવામાં આવશેઃ

-બ્રિજેશ પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર ચીખલી

મંજૂર થયેલ ગ્રામ પંચાયતનું મકાન એજન્‍સી દ્વારા અધુરૂં બાંધકામ કરી ફરી નહિ આવતા ફોન દ્વારા સંપર્ક કરાતા તેણે જણાવ્‍યું હતું કે સ્‍ટીલ અને સિમેન્‍ટનો ભાવવધારો થતાં કામ બંધ કરવા પડયું છે.

  • – અમ્રતભાઈ પટેલ, સરપંચ કલીયારી

Related posts

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment