January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

ગ્રામ પંચાયત અને પાણી સમિતિ સાથે મળી પાણી યોજના ચલાવવા પડશે નહીં તો ગ્રામ પંચાયતને નોટીસ આપવી પડશેઃ ડી.બી.પટેલ, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર – નવસારી

‘નલ સે જલ યોજના’ અંતર્ગત લોકોના ઘર સુધી પાણી જલ્‍દી પહોંચાડવામાં આવે એ માટે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા જળ અને સ્‍વચ્‍છતા એકમ નવસારીમાં અરજી પણ કરવામાં આવી છેઃ ઉષાબહેન પટેલ, સરપંચ-ફડવેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03
ચીખલી તાલુકાના ફડવેલ ગામે પાણીની 15થી વધુ જેટલી ટાંકી વર્ષોથી જર્જરિત બનતા પ્રજા માટે આશીર્વાદ રૂપ નલ સે જલનું પાણી પણ ભરઉનાળે નહિ મળતા પોકળ સાબિત થતા લોકોએ પાણી માટે વલખા મારવાની નોબત આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફડવેલ ગામે વર્ષો પહેલાં બનાવવામાં આવેલી પાણીની ટાંકી અને ઘરે-ઘર આપવામાં આવેલા નળો અણઘડ વહીવટના પાપે શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે.
સરકાર દ્વારાલાખો રૂપિયાના ખર્ચે ફડવેલ ગામે પાણીની ટાંકી બનાવી લોકોના ઘરે ઘર સુધી પાણી પહોંચાડવા માટે પાઇપ લાઇન લાખી નળો આપવાનું કામ હાથ ધરાયું હતું. પરંતુ આજે કેટલાક ફળિયામાં પાણીની ટાંકી સાથે પાણીના નળો પણ શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહ્યા છે. તો કેટલાક ફળિયામાં રાજકીય પક્ષોની લડાઈમાં પાણીની ટાંકી બંધ હાલતમાં જોવા મળી આવી રહી છે. તો કેટલાક ફળિયામાં પાણીની ટાંકી ચાલું હાલતમાં તો હોય છે પણ ફળિયાના અણઘડ કારભારના કારણે પણ પાણીની ટાંકી બંધ થઈ જવા પામી છે. જ્‍યારે આવી હાલતમાં ખાલીખમ પાણીની ટાંકી જલ્‍દી જર્જરિત હાલતમાં થઈ જવા પામતી હોય છે તો કેટલાક ફળિયામાં કેટલા સમયથી ટાંકીમાં પાણી નહિ ભરાતા જર્જરિત થઈ જવા પામી છે.
આ પ્રકારના અણઘડ કારભારથી પાણીની ટાંકી જર્જરિત થવાથી ગમે ત્‍યારે જમીનદોસ્‍ત થવાની પણ શક્‍યતા વર્તાય રહી છે. સરકાર લાખો રૂપિયાના ખર્ચે પ્રજાજનો માટે પીવાના પાણીની ટાંકી તો બનાવી છે પરંતુ કેટલાક ફળિયામાં રાજકારણના અખાડાની લડાઈમાં સરકારની લાખો રૂપિયાની યોજનાઓ ખાલી ટાંકીમાં જ દફન થઈ રહી છે. સાથે ગામની ગરીબ પ્રજા પણ ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત આવી રહી છે. જ્‍યારે આવા કપરા સમયમાંસરકારની યોજનાઓ ઘરે ઘર સુધી ‘નલ સે જલ યોજના’ પાણી પહોંચાડવા માટે 28 જેટલા પાણીના બોર કરતા ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. જ્‍યારે પાણીનો બોરિંગ થયા બાદ આજે ચારથી પાંચ મહિના વિતવા છતાં ઘરે ઘર પાણીની લાઈન જલ્‍દી નહિ કરવામાં આવતા પ્રજા માટે ભરઉનાળે ‘નલ સે જલ યોજના’ નિષ્‍ફળ જતાં પોકળ સાબિત થઈ રહી છે. એવામાં ગામની પ્રજા તરસ છીપાવવા માટે દૂર દૂર સુધી જઈ પાણી માટે બોરિંગનો ઉપયોગ કરતા નજરે પડી રホા છે.

Related posts

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્‍વચ્‍છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment