Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

કેન્‍દ્રીય મંત્રી અર્જુનસિંહ મુંડા, મંત્રી પુર્ણેશ મોદી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના નેતાગણ સભા સંબોધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપલક્ષમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આવતીકાલ તા.13 ગુરૂવારના રોજ ગુજરાત ગૌરવ યાત્રા સાંજના વાપી આવી પહોંચશે. તેમજ સાંજે 7 કલાકે વાપી રામલીલા મેદાન જી.આઈ.ડી.સી. પાસે જંગી જાહેર સભા યોજાશે. જેમાં કેન્‍દ્રીય મંત્રી, રાજ્‍ય સરકારના મંત્રી અને ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે તેમજ સભાને સંબોધનકરશે.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા વિકાસ તેમજ પ્રજાલક્ષી યોજનાઓ, રાજ્‍યભરમાં કાર્યરત પ્રોજેક્‍ટ, વિકાસ કામો વિવિધ યોજનાઓ અને ડબલ એન્‍જીન સરકાર દ્વારા ગુજરાતે ભરેલ હરણફાળની માહિતી આપશે. ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજ્‍યના નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપતા જણાવ્‍યું હતું. સમાંતર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત ગૌરવ યાત્રા નિકળનાર છે. તેમજ તમામ વિધાનસભા વિસ્‍તારો ફરશે તે પૈકીની એક યાત્રા ગુરૂવારે સવારે ઉનાઈથી કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રસ્‍થાન થશે તે નવસારી વલસાડ જિલ્લામાં ઠેર ઠેર સ્‍વાગત થશે અને અંતે સાંજના વાપી આવી પહોંચશે. રામલીલા મેદાનમાં સભામાં પરિવર્તિત થશે. યાત્રામાં કેન્‍દ્રીય મંત્રી અર્જુનસિંહ મુંડા, રાજ્‍યના મંત્રી સુરતના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સહિત જિલ્લાના ધારાસભ્‍યો જોડાયેલા છે. પત્રકાર વાર્તામાં ભાજપ શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. પાલિકા ઉપ પ્રમુખ અભય શાહ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

સેલવાસ કિલવલી નાકા સર્કલ પાસે બિરસા મુંડા જન્‍મોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment