December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ બેટી બચાવો બેટી પઢાવો (BBBP) યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક, સખી વનસ્ટોપ સેન્ટર (OSC) જિલ્લા મેનેજમેન્ટ સમિતિ બેઠક અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (PBSC) યોજનાની દેખરેખ સમિતિની બેઠક મળી હતી.
આ બેઠકમાં યોજના અન્વયે કરવાની થતી કામગીરી તેમજ એક્શન પ્લાન, ગ્રાન્ટ, જાગૃતિકરણના નવતર કાર્યક્રમો વગેરે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ કલેકટરશ્રી દ્વારા અગત્યના સૂચનો અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. OSC, BBBP અને PBSC યોજનાની કામગીરી, ગ્રાન્ટ વગેરે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ મીટિંગમાં કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ બી.જી.પોપટ તથા આ યોજનાઓના નોડલ અધિકારી, મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ અને સમીતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

Leave a Comment