January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ

જિ.પં. પ્રમુખની બેઠક જનરલ જાહેર થતા રસાકસી વધી જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: આગામી સપ્‍ટેમ્‍બર મહિનામાં વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખની ટર્મ પુરી થતી હોવાથી નવા પ્રમુખો અંગે ચૂંટણી કાઉન્‍ટડાઉન રાજકીય ફલક ઉપર શરૂ થઈ ચૂક્‍યું છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ઉમરગામ તાલુકાને બે વાર, પારડી તાલુકાને એકવાર, વલસાડ, ધરમપુરના પણ પ્રમુખ રહી ચૂક્‍યા છે. આજ સુધી વાપી તાલુકો પ્રમુખ પદ માટે બાકાત રહેલ છે તેથી વાપી તાલુકામાંથી દાવેદારી થાય તેવું જણાઈ રહ્યું છે. બીજું જિ.પં. પ્રમુખની સામાન્‍ય બેઠક જાહેર થઈ હોવાથી રસાકસી વધુ સર્જાશે તેવા અણસાર સાંપડી રહ્યા છે. વલસાડ જિલ્લા પંચાયત સહિત છ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન છે તેથી જિલ્લા ભાજપમાં આગામી આ ચૂંટણીમાં પ્રમુખ પદ મેળવવાનું લોબિંગ શરૂ થઈ રાજકારણે જોર પકડી લીધું છે. સ્‍થાનિક સ્‍વરાજની આ સંસ્‍થાઓમાં પદ મેળવવાની હવે હોડ જામવાની છે તે નક્કી છે. પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ પદમાં વાપી તાલુકો મેદાન મારી જાય તેવી શક્‍યતા અને અણસાર વર્તાઈ રહ્યા છે.

Related posts

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

Leave a Comment