પ્રકૃતિ માનવીની જરૂરીયાત પૂરી શકે છે પણ લાલચ પૂરી કરી શકતી નથીઃ સાયન્ટિફિક ઓફિસર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07
રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારનાજિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે વ્યાખ્યાન અને બાળકો માટે “પર્યાવરણ અને વૃક્ષો” વિષે ઓપન હાઉસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે,આપણે જે પૃથ્વી પર રહીએ છે તે અબજો તારા વિશ્વ અને આકાશગંગામાં ફક્ત એક જ માનવને વસવા લાયક સ્થાન છે. જે હવે રહેવા લાયક નથી રહી. જો આવુ જ ચાલશે તો માનવ અને પ્રકૃતિનું અસ્તિત્વ સંકટમાં આવી જશે. આજે જે રીતે બાળકોને ટિફિનમાં પાણીની બોટલ સાથે આપવામાં આવે છે, માનવની પર્યાવરણમાં દખલગીરી પ્રદૂષણનો ફેલાવો બંધ ન થાય તો ભવિષ્યમાં બાળકોને ટિફિનમાં ઑક્સિજનની બોટલ પણ સાથે આપવી પડશે.
“પ્રકૃતિસાથેસુમેળસાધીનેસ્થાયી રીતેરહેવું” વિષય પર ડાંગના જિલ્લા શિક્ષણ અધિકારી મણિલાલ ભૂસારાનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેમણે પર્યાવરણમાં આવેલ બદલાવ માટે માનવની બેજવાબદાર પ્રવુત્તિને ગણાવી હતી.
આપણું પર્યાવરણ અને પરમાણુ ઊર્જા વિષય પર NPCIL,તારાપુરના સાયન્ટિફિક ઓફિસર મુદિતા સિંહે આજના સમયમાં પર્યાવરણને માટે સૌથી ઉપયોગી અને ઊર્જા સ્ત્રોતએ પરમાણુ ઊર્જા છે કહી પરમાણુ ઉર્જાને લગતી ભ્રામક માન્યતાઓનું ખંડન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, પ્રકૃતિ માનવની જરૂરિયાતને પૂરી કરી શકે છે પણ માનવની લાલચને પૂરી કરી શકતી નથી.
બાળકો માટે ફન એટ લો ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજન શો તેમજ “પર્યાવરણ અને વૃક્ષો” વિષે ઓપન હાઉસ ક્વિઝ સ્પર્ધા, 3ડી ફિલ્મ શો SOS Planet અને વૃક્ષારોપણનું પણ આયોજન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં નવસારી જિલ્લા નાયકા સમાજના બાળકો, સ્વયં સેવકો અને ધરમપુરના શ્રી ધર્મેન્દ્ર પરિહાર, શ્રી પરેશ રાવલ, શ્રી ધીરુભાઈ મેરાઈ,NPCIL તારાપુરના શ્રી રિતેશચંદ્ર સિંહ, અને શ્રી હેમંતકુમાર પાત્ર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.