Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05
દાદરા નગર હવેલીની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં આજે તારીખ 05મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ શિક્ષક દિનની ઉજવણી ખૂબ જ ઉત્‍સાહભેર ઉજવવામાં આવી હતી.
આ સન્‍માનિય પ્રસંગે ઉપસ્‍થિત અતિથિઓ દ્વારા ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણની છબીને ફૂલમાળા પહેરાવી દીપ પ્રજવલિત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્‍યારબાદ અતિથિઓનું સન્‍માન કરવામાં આવ્‍યું. જેમાં લાયન્‍સ ચેરીટેબલ ટ્રસ્‍ટના સભાપતિ મહોદય શ્રી ફતેહસિંહજી ચૌહાણ, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, ટ્રસ્‍ટીગણ, શાળાના આચાર્ય શ્રી એ.એન.શ્રીધર, ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખ તથા દેવકી બા કોલેજ ઑફ કોમર્સ ઍન્‍ડ સાયન્‍સ કોલેજના ઉપ આચાર્યા, હવેલી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપ આચાર્યા, પ્રાધ્‍યાપક ગણ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ શુભ અવસરે પ્રથમ શાળાના બાળકોએ શિક્ષકોને ફૂલ આપી સન્‍માનિત કર્યા તથા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો કરીને શિક્ષકોને ભાવવિભોર કરી દીધા હતા. કોલેજના આદર્શ પ્રાધ્‍યાપકો અને શાળાના આદર્શ શિક્ષકોને ‘ગુરુરત્‍ન’ એવોર્ડ આપી તેમને સન્‍માનિત કરવામાં આવ્‍યાહતા. સભાપતિ શ્રી ફતેહસિંહ ચૌહાણે તેમના વક્‍તવ્‍યમાં પ્રથમ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. ત્‍યારબાદ બાળકોના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન વિશેની સમજણ આપી હતી તથા યોગ્‍ય નાગરિક બનવા બાળક ભવિષ્‍યનો પાયો છે તેને મજબૂત કરવાનું કામ શિક્ષક જ કરે છે આથી શિક્ષકોને સન્‍માન આપવું જરૂરી છે, આવા સન્‍માનજનક શબ્‍દો ઉચ્‍ચારીને શિક્ષકોમાં ઉત્‍સાહ વધારી દીધો હતો. આ પ્રસંગે આચાર્યશ્રી એ.એન.શ્રીધરે પોતાના વક્‍તવ્‍યમાં શિક્ષકોએ બાળકોના ભવિષ્‍ય માટે યોગ્‍ય શિક્ષણ આપવું જરૂરી છે એમ જણાવ્‍યું હતું. ત્‍યારબાદ શિક્ષકો તથા કાર્યકારિણીના સદસ્‍યોને ભેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. છેલ્લે રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

Related posts

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

દમણ અને દીવ બીચ રમતોત્‍સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્‍સાહપૂર્વક લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment