Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12
દીવ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે મતદાન તારીખ અગામી તા.7મી જુલાઈના રોજ નિર્ધારિત કરાયું છે. આજે દીવ નગરપાલિકાની ચૂંટણીનું સમયપત્રક જાહેર થતાં જ રાજકીય સળવળાટ પણ વધવા પામ્‍યો છે.
આવતી કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં સાથે જ ઉમેદવારી પત્રક ભરવાનો પણ આરંભ થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 20મી જૂન, 2022ના રોજ નિર્ધારિત કરાઈ છે. ઉમેદવારી પત્રકની ચકાસણી 21મી જૂન, 2022 અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તા.23મી જૂન, 2022 છે. જો ચૂંટણી શક્‍ય હશે તો મતદાન તારીખ 7મી જુલાઈ, 2022 અને મત ગણતરી 9મી જુલાઈ, 2022ના રોજ નિયત કરાઈ છે.
ચૂંટણીની જાહેરાતની સાથે જ દીવ નગરપાલિકા વિસ્‍તારમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો પણ અમલ શરૂ થયો છે.

Related posts

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીઃ બે વ્‍યક્‍તિઓની પોલીસે કરેલી અટકાયત

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની ભારત સરકારના વાણિજ્‍ય-ઉદ્યોગ મંત્રાલયની કમિટીમાં નિમણૂંક

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

Leave a Comment