January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠક યોજાઈ

  • ગુજરાત વોટર સપ્‍લાય અને સિવરેજબોર્ડ દ્વારા દાનહ અને દમણ-દીવને સપ્‍લાય કરાયેલ પાણીના દરના મુદ્દાનો નિકળેલો ઉકેલ

  • રેલવે અને મહારાષ્‍ટ્ર સરકારની વચ્‍ચે અકોલા-ખંડવા ડિવિઝન ઉપર ગેજ પરિવર્તન અને બોરતલાવ-ગોંદિયાની નવી ત્રીજી લાઈન પરિયોજના જેવા બે મહત્‍વપૂર્ણ રેલ પ્રોજેક્‍ટ માટે નિર્મિત વન અને વન્‍ય જીવ સંબંધીત મંજૂરીના મુદ્દા ઉપર પણ બનેલી સહમતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12
શનિવારે કેન્‍દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને દીવ ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 25મી બેઠકમાં છેલ્લી બેઠકમાં લેવાયેલ નિર્ણય ઉપર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે દરિયાઈ માછીમારોને ક્‍યુ આર કોડ સક્ષમ પીવીસી આધારકાર્ડના મુદ્દા ઉપર થયેલી નોંધપાત્ર પ્રગતિ ઉપર પોતાનો સંતોષ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, કાંઠા વિસ્‍તારના રાજ્‍યોએ પ્રવાસી અને મૌસમી સહિત સમુદ્રમાં જતા 100 ટકા માછીમારો પાસે આધારકાર્ડ હોવું જોઈએ અને તેનું સત્‍યાપન સરળતાથી થઈ શકે તે બાબતે ચોક્‍સાઈ રાખવી જોઈએ. તેમણે વર્તમાન બુનિયાદી ઢાંચાની ઓળખ કરી તેને કટોકટીની યોજનાઓની સાથે સંકલિત કરવાની સલાહ આપી હતી.
ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગ્રામીણ ક્ષેત્રમાં બેંકિંગ નેટવર્કના વિસ્‍તાર માટેપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા બતાવવામાં આવેલ વિઝન મુજબ પોસ્‍ટ વિભાગ વધારાના 20715 ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ બેંક લાઈવ ટચ પોઈન્‍ટ શરૂ કરશે. જે નિયમિત પોસ્‍ટ સેવાઓના ઉપરાંત બેંકિંગ સુવિધા પણ પ્રદાન કરવાની વાતે આ બેઠકમાં તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી. સહકારી બેંકો અને ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ બેંક સહિત અન્‍ય બેંકોએ પણ પヘમિી ક્ષેત્રમાં બેંકિંગ સુવિધાઓ પ્રત્‍યેક ગામમાં અગામી વર્ષની અંદર 5 કિલોમીટરના દાયરામાં પહોંચે તેની તકેદારી રાખવા પણ તાકિદ કરાઈ હતી.
દીવમાં આયોજીત પરિષદની બેઠકમાં ગુજરાત જલ આપૂર્તિ અને સિવરેજ બોર્ડ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને પહોંચાડવામાં આવેલ પાણીના દરનો મુદ્દો પણ હલ કરી લેવાયો હતો. જ્‍યારે રેલવે અને મહારાષ્‍ટ્ર સરકારની વચ્‍ચે અકોલા-ખંડવા ડિવિઝન ઉપર ગેજ પરિવર્તન અને બોરતલાવ-ગોંદિયાની નવી ત્રીજી લાઈન પરિયોજના જેવા બે મહત્‍વપૂર્ણ રેલ પ્રોજેક્‍ટ માટે નિર્મિત વન અને વન્‍ય જીવ સંબંધીત મંજૂરીના મુદ્દા ઉપર પણ સહમતિ બની હતી.
આ બેઠકમાં ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપરાંત ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અન્‍ય વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

વલસાડ લોકસભા ચૂંટણી ઉમેદવારીના 7 ફોર્મ મંજૂરઃ ભાજપ-કોંગ્રેસએ વાંધા-આક્ષેપ વગર ખેલદિલી દાખવી

vartmanpravah

Leave a Comment