Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા, નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા દમણની સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં તમામ મહેમાનોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા ડૉ.કલ્‍પના દિવાકરે નારી શક્‍તિ અને આજના સમયમાં કાર્યસ્‍થળે મહિલાઓની ભૂમિકા વિશે વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. આગામી સત્રમાં, સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના મિકેનિકલ વિભાગના વડા, પુષ્‍પરાજે‘‘નવો ભારત-નવી પહેલ”વિષય હેઠળ સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના છેલ્લા સત્રમાં દમણ એન્‍જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોક પાર્લામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુવાનોએ સંસદના વિવિધ પાત્રોની ભૂમિકાઓ ભજવી હતી. આ દરમિયાન દમણ જિલ્લાને લગતા પર્યાવરણ, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન દમણ એન્‍જિનિયરિંગ કોલેજના તમામ વિભાગના વડાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં એન્‍જિનિયરિંગ કોલેજના વહીવટીતંત્રનો વિશેષ સહયોગ રહ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દીવમાં ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂઃ પરીક્ષાર્થીઓને અધિકારીઓ અને જાયન્ટ્સ ગ્રુપે પાઠવેલી શુભેચ્છા

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

Leave a Comment