October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

શાળા પ્રવેશોત્‍સવ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍યનુ પ્રથમ સોપાન : સાંસદ કલાબેન ડેલકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
બાલદેવી શાળામાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી શ્રી એમ. ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં પ્રવેશોત્‍સવ ઉજવાયો હતો.
દાદરા નગર હવેલીની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણીઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી શ્રી એમ. ચૈતન્‍યએ બાલદેવીની પ્રાથમિક શાળામાં બાલદેવી, કાકળિયા ફળીયા અને ડાંડુલ ફળીયા સહિત ત્રણ શાળાઓના સંયુક્‍ત શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી અનુક્રમે સો જેટલા વિદ્યાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્‍યો હતો. સાંસદ કલાબેન ડેલકરે પ્રવેશોત્‍સવ બાળકોના જીવનમાં યાદગાર પ્રસંગ બની રહે તે માટે પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ભેટ આપી હતી. સાથે બાળકોનુ ઉજ્જવળભવિષ્‍ય બને અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્‍યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આશીર્વચનરૂપ વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યુ કે, શાળા પ્રવેશોત્‍સવ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍યનુ પ્રથમ સોપાન છે. વિદ્યાર્થીઓ અને પ્રદેશના ઉજ્જવળ ભવિષ્‍ય માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પ્રશાસનના સહિયારા પ્રયાસો જરૂરી છે. આ દિશામાં સામુહિક જવાબદારીઓ ઉપાડી બધાંએ આગળ વધવુ પડશે. પ્રદેશ હિતમાં જ્‍યાં પણ જરૂર હશે ત્‍યાં આગળ વધીને કાર્ય કરવાની તત્‍પરતા સાંસદ કલાબેન ડેલકરે આ કાર્યક્રમના માધ્‍યમથી દર્શાવી છે.
આ પ્રસંગે નગર પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ ડૉ. ટી.પી. ચૌહાણ, શ્રીમતી જીગીશાબેન પટેલ, કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ, શ્રીમતી મીનાબેન પટેલ, શાળાના શિક્ષકો અને ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment