ગોકુલ વિહારમાં રહેતા આરોપી મનિષ ભગવાન મિસ્ત્રીઍ મિત્ર પાસેથી ધંધા માટે ૧૫ લાખ ઉછીના લીધા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી કોર્ટે એક ચેક રિટર્ન કેસની સુનાવણીમાં આરોપીને બે વર્ષ કેદની સજા તથા ચેકની બમણી રકમ ચુકવવાનો નામદારકોર્ટે ચુકાદો આપ્યો હતો.
વાપી ચલા મુક્તાનંદ માર્ગ મહેશ્વરી ભવન પાસે રહેતા અવિનાશ ડાહ્યાભાઈ પટેલએ તેમના મિત્ર હાઈવે ગોકુલવિહાર સોસાયટીમાં રહેતા મનિષ ભગવાનભાઈ સુથારને બે તબક્કામાં 15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. હાઈવે ચાલતા પવન ઈન્ડસ્ટ્રીઝના કામ હેતુ મનિષ સુથારે મિત્ર અવિનાશ પાસે રૂા.5 લાખ માંગ્યા હતા જે આરટીજીએસથી ગત તા.19-1-2017માં આપ્યા હતા. ત્યાર બાદ વધુ પૈસાની મનિષ સુથારને જરૂર પડતા બીજા રૂા.10 લાખ ઉછીના માગ્યા હતા. જે 6 મહિનામાં ચુકવી આપવાનું જણાવેલ તે પેટે તેમણે અવિનાશભાઈને ચેક આપ્યા હતા. સદર લેવડદેવડ પેટે આપેલા ચેક પૈકી રૂા.7 લાખના ચેક બાઉન્સ થયા હતા. તે નાણા આપનાર અવિનાશ પટેલએ તેમના મિત્ર મનિષ સુથાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સુનાવણી વાપી કોર્ટમાં ચાલી હતી. જેમાં નામદાર જજ પઠાણએ આરોપીને તકસીરવાર ઠરાવીને બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમ ચુકવવાનો હૂકમ કર્યો હતો.