October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્‍ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્‌ કરવા કલેક્‍ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સરકાર દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર કંપનીને વીજળી વિતરણ કરવાના કાર્ય માટે કરાર કરવામાં આવેલ છે એને રદ્‌ કરવા સંદર્ભે આજે દાદરા નગર હવેલી આદિવાસી એકતા પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં જણાવ્‍યા અનુસાર દાનહ અને દમણ દીવ વિદ્યુત વિભાગને ગત વર્ષે ખાનગી હાથોમાં સોંપવાનું કામ કરવામાં આવ્‍યું છે અને એના માટે ટોરેન્‍ટ પાવર લિમિટેડ સાથે 30 વર્ષનો કરાર કરવામાં આવેલ છે. આ કરાર માધ્‍યમ દ્વારા સરકાર અને ટોરેન્‍ટ પાવર લિમીટેડ વચ્‍ચે નક્કી કરવામાં આવેલ છે કે વીજગ્રાહકો સુધી વગર કોઈ તકલીફે વીજળી પુરી પાડવામાં આવશે અને નવા વીજ જોડાણ જેવા કે ઔદ્યોગિક, કોમર્શિયલ, ડોમેસ્‍ટિક અને એગ્રિકલ્‍ચર તેમજ દરેક પ્રકારના નવા વીજ જોડાણ ત્રણ દિવસની અંદર આપી દેવામાં આવશે. પરંતુ 1 એપ્રિલ 2022થી ટોરેન્‍ટ પાવર લિમિટેડે જેવી દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિતરણના કાર્યની જવાબદારી સંભાળી છે ત્‍યારથી ખાસ કરીને દાનહમાં વીજળી વિતરણની સમસ્‍યા વધી જવા પામી છે. કંપની સરકાર સાથે કરેલ કરારનામા મુજબ નિષ્‍ફળ રહી છે અને દાનહની જનતાને સુચારૂ રીતે વીજ પુરવઠો પુરો પાડવામાં કંપનીને કોઈ જ દિલચસ્‍પી જોવા મળતી નહીં હોવાનું પ્રતિત થાય છે. કંપનીએ અત્‍યાર સુધીમાં પેન્‍ડીંગ પડેલ ઔદ્યોગિક, કોમર્શિયલ, ડોમેસ્‍ટીક અને એગ્રિકલ્‍ચર કલેક્‍શન આપવા માટે કોઈ જ કાર્યવાહી કરીનથી જેનાથી પ્રદેશના ઔદ્યોગિક વિકાસને મોટો ધક્કો લાગી રહ્યો છે અને નવા ઔદ્યોગિક કનેક્‍શન નહીં આપવાને કારણે પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસની રફતાર ટોરેન્‍ટ પાવર લિમીટેડની નીતિ દ્વારા રોકાવા માંડી છે. જેથી પ્રશાસનને અનુરોધ છે કે ટોરેન્‍ટ પાવર દ્વારા ટેકનિકલ સમસ્‍યાનું બહાનુ કાઢી નવા ઔદ્યોગિક અને અન્‍ય વીજ જોડાણ ફાળવવામાં આવતા નથી, જેની તટસ્‍થ તપાસ કરાવવામાં આવે અને કેવી રીતે એક મહિનાની અંદર જ વીજળીના દરોમાં સરચાર્જના નામે ઘરેલુ અને ઔદ્યોગિક વિદ્યુત દરોમાં અનિયમિતતાપૂર્વક સંયુક્‍ત વિદ્યુત નિયામક આયોગની પરમીશન વગર જ સરચાર્જ લગાવવામાં આવી રહ્યો છે જે પુરી રીતે ગેરકાનૂની છે.
ઉપરાંત કંપની દ્વારા અત્‍યાર સુધી દાનહમાં જે રીતે વીજળીના દરોમાં વધારે ચાર્જના નામે વધારો કરવામાં આવ્‍યો છે એની કાનૂની પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં આવેલ નથી. કેટલાક વીજ ગ્રાહકોના વીજબિલમાં બેગણો વધારો કરેલ છે. ટોરેન્‍ટ પાવરે જ્‍યારી વિદ્યુત વિભાગને પોતાના તાબામાં લીધી ત્‍યારથી પ્રદેશના કેટલાક વિસ્‍તારમા વારંવાર વીજળી ડૂલ થઈ રહી છે એનું નિરાકરણ પણ કરી રહ્યા નથી. કંપની કરારને લાગુ કરવામા સંપૂર્ણ રીતે નિષ્‍ફળ નીવડી છે જેથી સરકાર દ્વારા કરવામા આવેલ એગ્રીમેન્‍ટ ફોર વાયલેશનનોઆધાર માની કંપની દ્વારા કરવામાં આવેલ વિતરણ કરારને રદ્‌ કરવામાં આવે અને તાત્‍કાલિક ટોરેન્‍ટ પાવર લિમીટેડ પાસેથી વીજ વિતરણનું કાર્ય દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમને સોંપવામા આવે.
આ પ્રસંગે દાનહ આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકીયાએ ટોરેન્‍ટ પાવર દ્વારા વિદ્યુત વિતરણમાં જે રીતે કરાર આધારિત કાર્ય નહીં કરાતુ હોવાને કારણે કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસને એમનો કરાર રદ્‌ કરવા અરજ કરી છે. એની સાથે આદિવાસી એકતા પરિષદ દ્વારા પોસ્‍ટકાર્ડ અભિયાન પણ શરૂ કરવામાં આવ્‍યું છે અને પ્રદેશના વીસ હજાર જેટલા લોકો દ્વારા પ્રધાનમંત્રીશ્રીને સંબોધી ટોરેન્‍ટ પાવરનો કોન્‍ટ્રાક્‍ટ રદ્‌ કરવા માટે પોસ્‍ટકાર્ડ લખી મોકલવામાં આવશે.

Related posts

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

vartmanpravah

Leave a Comment