January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
ગુજરાતરાજ્‍યભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા યુવા પાંખના પ્રમુખની પસંદગી માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ગત તારીખ 20 જુલાઈ 2021 થી 17 ઓગસ્‍ટ 2021 દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં વલસાડ જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકેનો હોદ્દો હાંસલ કરવા ત્રણ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્‍યું હતું.
જેમાં કુમારી કુંજલબેન દિપકભાઈ પટેલનો ભવ્‍ય વિજય થવા પામ્‍યો હતો. ત્રણ ઉમેદવારો પૈકી કુલ 6079નું મતદાન થવા પામ્‍યું હતું. જેમાંથી 4034 મત કુંજલ બેન દિપકભાઈ પટેલને હાંસલ થતાં વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. રાજ્‍યભરમાં જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે કુમારી કુંજલબેન દિપકભાઈ પટેલ પ્રથમ છે. આ ઉપરાંત કુમારી કુંજલબેન દિપકભાઈ પટેલ કપરાડા તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા પણ આપી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી નાની વયે રાજકારણમાં પગરણ કરી વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપવામાં સફળ થઇ રહેલા કુમારી કુંજલબેન પટેલ વલસાડ જિલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે સફળ થાય એવી વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલે શુભેચ્‍છા પાઠવી છે.

Related posts

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment