(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
આવતી કાલે સેલવાસથી ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કેન્દ્રના સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ન્યુ દમણગંગા સરકિટ હાઉસ ખાતેથી કરાશે.
‘મારી દિકરી સમૃદ્ધ દિકરી યોજના’ અંતર્ગત આકર્ષક વ્યાજદર સાથે રૂા.250ની રકમથી મહત્તમ રૂા. 1 લાખ 50 હજાર સુધીની પ્રતિ નાણાંકિય વર્ષની મર્યાદામાં જમા કરી શકાશે. આ યોજના અંતર્ગત 80સીઅંતર્ગત ઈન્કમ ટેક્સમાં પણ લાભ મળશે.
આ યોજના અંતર્ગત મળનારા લાભોની વિગત આવતી કાલે અભિયાનના આરંભ દરમિયાન બતાવવામાં આવશે.