(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15
દમણથી પ્રકાશિત હિન્દી દૈનિક અખબાર અસલી આઝાદીના તંત્રી અને માલિક શ્રી વિજય ભટ્ટની માતા ઉષાબેન જગદીશચંદ્ર ભટ્ટનું ગઈકાલે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સ્વ. ઉષાબેન ભટ્ટ 79 વર્ષના હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.
ઉષાબેન ભટ્ટના અવસાનથી તેમના પરિવાર અને અસલી આઝાદી પરિવારમાં ઘેરા શોકની લહેર દોડી ગઈ છે. જીવનપર્યંત સંઘર્ષ અને સેવાને પોતાનો મૂળ મંત્ર બનાવનારા સ્વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને પણ સંઘર્ષ અને સેવાના સંસ્કાર સિંચ્યા છે. તેમના નિધનથી સમગ્ર ભટ્ટ પરિવાર શોકમય બન્યો છે.