ભૂતકાળમાં એકાદ સારા અપવાદને બાદ કરતા તમામ પ્રશાસકો પોતાની એ.સી.ચેમ્બરમાં બેસીને જ પ્રદેશનો વહીવટ સંભાળતા હતા, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલું પરિવર્તન
દાનહમાં 2011ના વર્ષ સુધી આર્ટ્સ કોમર્સ અને સાયન્સની એક પણ સરકારી કોલેજ નહીં હતી ત્યારે માંડ આઠ વર્ષની અંદર 2019થી મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ જેવી કોલેજ શરૂ થઈ શકી તો એને શું કહેવું?
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 450 વર્ષ જેટલું પોર્ટુગીઝોનું શાસન રહ્યું હતું. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ, 1954ના રોજ અને દમણ-દીવ 19મી ડિસેમ્બર, 1961ના દિવસે પોર્ટુગીઝોની ગુલામીમાંથી આઝાદ થયું હતું.
દમણમાં આર્ટ્સ અને સાયન્સની સરકારી ડિગ્રી કોલેજનો આરંભ 1966થી થઈ ચુક્યો હતો, જ્યારે દાદરા નગર હવેલીમાં છેક 2011માંકેટલાક રાજકીય આગેવાનોના વિરોધ છતાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સની સરકારી કોલેજ શરૂ થઈ શકી હતી.
જે પ્રદેશમાં 2011 સુધી આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ જેવી સરકારી કોલેજ નહીં હતી ત્યાં માંડ 8 વર્ષની અંદર મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ જેવી કોલેજ શરૂ થઈ શકતી હોય તો એને શું કહેવાય?
દેશમાં મોદી સરકારના ગઠન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણની સાથે સાથે આરોગ્ય, પ્રવાસન, માળખાગત તથા ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસના નવા નવા દ્વાર ખુલી શક્યા છે. ભૂતકાળમાં માંડ એકાદ સારા અપવાદને બાદ કરતા દરેક પ્રશાસકો ફક્ત પોતાની એ.સી.ચેમ્બરમાં બેસીને પ્રદેશનો વહીવટ સંભાળતા હતા. તેમના તાબાના અધિકારીઓ પણ તલાટી કે મામલતદારે આપેલા સ્થળ નિરીક્ષણના રિપોર્ટ ઉપર મહોર મારતા હતા. પરંતુ જ્યારથી સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલનું આગમન થયું છે ત્યારથી અધિકારીઓના વર્ક કલ્ચરમાં પણ પરિવર્તન આવ્યું છે.
હવે પ્રશાસકશ્રીના સલાહકારથી માંડી જુનિયર કક્ષાના અધિકારીઓને પણ ફિલ્ડમાં જવાની ફરજ પડી છે. પ્રદેશના સચિવ સ્તરના અધિકારીઓએ ગામડામાં જઈ લોકોની વચ્ચે પલાંઠી વાળી બેસી ગ્રામજનો સાથે વાતચીત કરવાની પરંપરા શરૂ કરી છે. જેના કારણે પ્રદેશની વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાથી પ્રશાસન રૂબરૂથઈ રહ્યું છે. જેનું પ્રતિબિંબ પ્રશાસનના વિકાસ માટે બનતી યોજનાઓમાં પડી રહ્યું છે.
દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અધિકારીઓને લોકાભિમુખ બનાવવા કરેલા પ્રયાસનું સફળ પરિણામ મળી રહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નિર્માણ પામતા વિવિધ પ્રકલ્પોની ગુણવત્તા બેનમૂન અને સર્વોચ્ચ હોય છે. પ્રશાસકશ્રીની મુલાકાત દરમિયાન જો કોઈ કચાશ દેખાઈ તો તેઓ તેને બર્દાસ્ત નહીં કરતા હોવાથી કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયરો પણ ગુણવત્તાની બાબતમાં શરૂઆતથી જ કોઈ ખામી નહીં રહે તેની કાળજી રાખતા હોય છે. જેના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તમામ રોડ, ઈમારત કે અન્ય પ્રોજેક્ટો મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. ભૂતકાળમાં આ પ્રોજેક્ટોની આવરદા માંડ મહિનાઓ કે વર્ષની રહેતી હતી. પરંતુ હવે વરસો વરસ ચાલશે એવો દૃઢ વિશ્વાસ દેખાય છે.