January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

  • વલસાડના સુપ્રસિદ્ધ તજજ્ઞ દીપેશ શાહ અનેપોલીટેકનીક દમણના પ્રા. મોહન્‍તી દ્વારા અપાનારૂં માર્ગદર્શનઃ નિઃશુલ્‍ક કારકિર્દી માર્ગદર્શનનો લાભ લેવા દમણ વિભાગ કોળી પટેલ મંડળ દ્વારા દમણના તમામ સમાજને કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણ વિભાગ કોળી પટેલ મંડળના માર્ગદર્શન અંતર્ગત દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા અગામી તા.26મી જૂનના રોજ દમણના ભેંસરોડ ખાતે આવેલ કોળી સમાજ હોલમાં દરેક સમાજ માટે કારકિર્દી માર્ગદર્શન-કેરિયર કાઉન્‍સેલિંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિભાગ મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ એલ. પટેલ અને શ્રી રમેશભાઈ બી. પટેલ દ્વારા કોળી પટેલ સમાજના સાક્ષર અને કાર્યવાહક પ્રમુખ ડો. નાનુભાઈ ડી. પટેલના નિરીક્ષક પદે યોજાનારા નિઃશુલ્‍ક કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં વલસાડના સુપ્રસિદ્ધ તજજ્ઞ શ્રી દીપેશ શાહ અને પોલીટેકનીક કોલેજ-દમણના વિષય તજજ્ઞ શ્રી મોહન્‍તી દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
નિઃશુલ્‍ક કારકિર્દી માર્ગદર્શનનો લાભ લેવા દમણ વિભાગ કોળી પટેલ મંડળ દ્વારા દમણના તમામ સમાજને અપીલ કરી છે.

Related posts

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

તિઘરામાં પારડી પોલીસની રેઈડ: પાંચ જુગારીયાઓ રૂા.67510 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાની મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ વિકાસયોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

મુંબઈ થી વડોદરા માલ ખાલી કરવા જઈ રહેલ પિકઅપ ટેમ્‍પોને ચીખલી નજીક અકસ્‍માત નડતા ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્‍યું

vartmanpravah

Leave a Comment