Vartman Pravah
Otherગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03 : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ,સલવાવ ખાતે આગમી 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રીના 9 કલાકે લોકડાયરાનું આયોજન થયું છે. વાપી ખાતે દરરોજ ભૂખ્‍યાને બે ટંકનું ભોજન કરાવતી સંસ્‍થા ‘‘મા જનમ ટ્રસ્‍ટ” તથા વિવિધ સેવાઅના પ્રકલ્‍પો ચલાવી ગરીબ આદિવાસી પરિવારના ઉત્‍થાન કરતી સંસ્‍થા શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના લાભાર્થે આયોજિત આ લોકડાયરામાં આંતરરાષ્‍ટ્રીય લોક ડાયરા કલાકાર ગીતા રબારી અને લોક ગાયક તેજદાન ગઢવી અને તેમની ટીમ લોકસાહિત્‍ય ગીતો તથા ભજન અને દુહા ચોપાઈની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા તથા સંઘ પ્રદેશ સહીત મોટી સંખ્‍યામાં રસિકો ઉપસ્‍થિત રહેશે.
વાપી રેલ્‍વે સ્‍ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ‘‘મા જનમ ટ્રસ્‍ટ”ના માધ્‍યમથી દરરોજ બપોરે તથા રાત્રે બે સમયે વિના મુલ્‍યે ભરપેટ ભોજન વિતરણ કરવામાં આવે છે. આ ભોજનનો દરરોજ અંદાજે 700 લોકો લાભ લે છે. આ ભગીરથ કાર્યને કાયમ રાખવા માટે આર્થિક ભંડોળ ઉભું કરવા માટે તથા ગરીબ આદિવાસી પરિવાર માટે વિવિધ પ્રકલ્‍પો ચલાવી રહી હોય તે અવિરત રાખવા આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હોય આ ડાયરામાં ઉપસ્‍થિત રહી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

Related posts

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

Leave a Comment