September 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

આલ્‍કેમ લેબોરેટરીઝના સી.એસ.આર. પ્રોજેક્‍ટ અંતર્ગત દમણમાં મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શરૂ કરેલા સિવણ કામના વર્ગો

  • 2020ના પ્રથમ બેચમાં સિવણ કામની તાલીમ લેનારી તમામ 20 મહિલાઓને ઉત્તમ ગુણવત્તાવાળા સિલાઈ મશીનની આપવામાં આવી હતી ભેટ

  • શરૂ થયેલા નવા બેચને પણ તાલીમ પૂર્ણ કરાયા બાદ મળનારી સિલાઈ મશીનની ભેટ

  • દમણમાં મહિલાઓના સશક્‍તિકરણ માટે વર્ષોથી પ્રયાસરત એવી એક માત્ર દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા દિલીપનગર ખાતેના પોતાના વર્કશોપમાં મહિલાઓને અપાતી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
દમણના સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન દ્વારા આલ્‍કેમ લેબોરેટીઝના સી.એસ.આર.ના સહયોગથી 4 જુલાઈ, 2022થી 20 મહિલાઓને સિવણ કામની તાલીમ માટેનાવર્ગની શરૂઆત થઈ ચુકી છે. આ તાલીમ પૂર્ણ કરાયા બાદ તમામ મહિલાઓને ઉચ્‍ચ ગુણવત્તાવાળી સિવિંગ મશીન પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ભારતને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવાના ઉદ્દેશને સાકાર કરવા માટે સિવણની તાલીમ પામેલી મહિલાઓ દ્વારા પ્‍લાસ્‍ટિકની થેલીની જગ્‍યાએ કપડાંની થેલી બનાવી પોતાની આજીવિકા પણ સારી રીતે રળી શકશે.
દમણમાં ઘણાં વર્ષોથી દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા મહિલાઓને ટેલરિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આત્‍મનિર્ભર બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના મળી રહેલા સહયોગથી દમણ જિલ્લાની મહિલાઓ માટે ઉત્તમ અવસરોનું સર્જન પણ થયું છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને આગળ વધાવવા અને મહિલા સશક્‍તિકરણને નવી દિશા આપવા માટે આલ્‍કેમ લેબોરેટરી લિ. દ્વારા દમણના સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનની સાથે મળી મફત સિવણ કામના ક્‍લાસ કરેલ બહેનોને મફત સિલાઈ મશીનના વિતરણના કાર્યક્રમ ભૂતકાળમાં યોજાયો હતો. જેમાં 20 મહિલાઓને ઉત્તમ ગુણવત્તાવાળી સિવિંગ મશીનની ભેટ આપવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં આલ્‍કેમ લેબોરેટરીઝના જનરલ મેનેજર (એચઆર)શ્રી દેવાંશુ રાય, સિનિયર મેનેજર (એચઆર) શ્રી મનોજ કુમાર, સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનનાઅધ્‍યક્ષ શ્રી વિશાલ ટંડેલ, દામિની વુમન ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના ઉપ પ્રમુખ શ્રી રૂદ્રેશ અરીભાઈ, સચિવ ડો. વિજય પટેલ, એક્‍ઝિક્‍યુટિવ મેમ્‍બર શ્રી હિરેન જોષી, દામિની વુમન ફાઉન્‍ડેશનના મહિલા સભ્‍ય સુશ્રી રિષિકા ભાર્ગવ તથા સિવણ કામનો કોર્ષ કરી રહેલી 20 મહિલાઓ પણ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્‍સ બાર એસો. સંયુક્‍ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment