April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટ

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

છેલ્લાં સાતેક મહિનાથી આંગણવાડીના નવા મકાન નિર્માણની કામગીરી ખોરંભે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03
નવસારીજિલ્લાના ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામની આંગણવાડી જર્જરિત થતાં આ આંગણવાડીના નાના ભૂલકાંઓ છેલ્લા લાંબા સમયથી શાળાના ઓટલે બેસી જ્ઞાન મેળવવા મજબુર બન્‍યા છે. તો નવી આંગણવાડીના નિર્માણનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા સાતેક મહીનાથી નિર્માણનું કામ બંધ હોય લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તંત્રના દેખરેખની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથોસાથ ચોમાસામાં બાળકોના આરોગ્‍ય પણ અસર થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનવેરીખુર્દની મહાદેવ ફળિયા ખાતે પણ ગામના નાના ભૂલકાંઓ પોષણક્ષમ આહાર સાથે જ્ઞાન મળી રહે એ હેતુસર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતાં આ આંગણવાડીના મકાનનું નિર્માણ ચાલી રહ્યું છે ત્‍યારે ભૂલકાંઓ શાળાના ઓટલા પર છેલ્લા લાંબા સમયથી મજબૂરીવશ અભ્‍યાસ કરી રહ્યા છે. ગામમાં નવા આંગણવાડીના મકાનને મંજૂરી મળી તો લોકોમાં ખુશી તો જોવા મળી પરંતુ આ મકાનના નિર્માણની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. આંગણવાડી મકાન નિર્માણનું કામ છેલ્લા કેટલાક સમથી ટલ્લે ચઢ્‍યું છે હાલ ભૂલકાંઓને શાળાનાં ઓટલા પર જ અભ્‍યાસ કરવો પડી રહ્યો છે.ત્‍યારે સ્‍થાનિકોમાં રોષની સાથે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે સંલગ્ન તંત્રના અધિકારીઓ ગંભીરતા દાખવે તે જરૂરી છે.
હાલ તો ભરચોમાસે પ્રાથમિક શાળાના ઓટલે બાળકો ભણી રહ્યા છે ત્‍યારે બાળકોના આરોગ્‍ય પર પણ માઠી અસર પડી રહી છે. ત્‍યારે આ બાબતે સંલગ્ન અધિકારીઓ ક્‍યાં સુધી બાળકોની સલામતીની ઉપેક્ષા કરતા રહેશે.
————
ચીખલીના રાનવેરીખુર્દ ગામની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર ચાલતી આંગણવાડીમાં રખડતા કૂતરાઓની સાથે બાળકોનું ભણતર..!
આંગણવાડીના બાળકો પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરી રહ્યા છે ત્‍યારે શાળાના બાળકો અને આંગણવાડીના બાળકોના ભણતરમાં ખલેલ પહોંચે એ તો છે, જ વધુમાં ભર વરસાદમાં ઓટલા પર શ્વાન પણ રખડતા હોવાનું કેમેરામાં કેદ થવા પામ્‍યું છે, ત્‍યારે બાળકોને શ્વાન ઇજા પહોંચાડે તો જવાબદાર કોણ?
આંગણવાડી શાળાના ઓટલા પર ચાલી રહી છે તો બીજી બાજુ શાળામાં પણ બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે એમને પણ ખલેલ થાય છે ત્‍યારે ક્રુરમજાક તો ત્‍યારે થાય કે માત્ર ખુલ્લામાં તૂટેલ પ્‍લાસ્‍ટિકથી કવર કરાયેલ તૂટેલ ફુટેલ ખુલ્લું શૌચાયલ છે. જેનો ઉપયોગ બાળકોએ તેમજ શિક્ષકોએ પણ કરવો પડે ત્‍યારે આનાથી ખરાબ કમનસીબી બીજી શું હોઈ શકે..?
– વાલી : હેતલબેન પટેલ
બોક્ષ / આંગણવાડી અઘરું કામ કરી ગયાં છે. કોન્‍ટ્રાકટરનો સંપર્ક કરતા એવું જણાવ્‍યું કે તમે સ્‍થાનિક મજૂરોના નામ આપો અને મજૂરોના ખાતામાં રૂપિયા જમા થાય પછી મજૂરોના ખાતામાંથી રૂપિયા ઉપાડી આપો એ રૂપિયા મારા મજૂરને ચૂકવિશ આવી રીતની ચિટિંગ કરવા માટે મને જણાવીને મને ફસાવવા માંગે છે ત્‍યારથી કામ બંધ કર્યું છે કોન્‍ટ્રાક્‍ટરે.
-મહિલા સરપંચ કુસુમબેન ચંદુભાઈ પટેલ : રાનવેરી ખુર્દ
બોક્ષ / મનરેગામાં બને છે અને એમાં લેબરનો પ્રશ્ન છે એ હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
– ટીડીઓઃ હિરેન ચૌહાણ : ચીખલી

Related posts

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

Leave a Comment