January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા અને વલસાડ ડીવીજન ડીવાયએસપીશ્રી એમ.એન.ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પોલીસ વિભાગની 24થ7 ની કપરી ફરજ દરમિયાન દરેક સ્‍ટાફની શારીરિક તપાસ કરીને તંદુરસ્‍તી કાયમ રાખવાનાં અભિગમ સાથે મેડીકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેડીકલ ચેકઅપ કેમ્‍પમાં ફિઝિસિયન સર્જન, ગાયનેકોલોજીસ્‍ટ, ઓપ્‍થેલોજીસ્‍ટ, ઓર્થોપેડિકસ, ઈએનટી સર્જન, ડેન્‍ટિસ્‍ટ ડોક્‍ટરશ્રીઓએ સેવા આપી હતી.
તંદુરસ્‍ત શરીર, તંદુરસ્‍ત સમાજની ઉક્‍તિને ચરિતાર્થ કરવાનાં અભિગમ સાથે આયોજીત આજના મેડીકલ ચેકઅપ કેમ્‍પમાં 112 પોલીસ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓ હાજર રહીને લાભ લીધી હતો.
ડોક્‍ટર્સ ડે નિમિતે વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર. એસોસિએશન દ્વારા વલસાડ સિટી પોલિસ સ્‍ટેશનના આશરે 112 કરતા વધારે કર્મચારીઓને વિનામૂલ્‍યે સુગર, પ્રેસર અને ઈસીજી, આંખ-કાન-નાક-ગળા,સ્ત્રી રોગ અને હાડકા સંબંધિત બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવી હતી.
જેમાં વલસાડના ખ્‍યાતનામ તબીબોડો. દેવાંગ દેસાઈ, ડો. સમીર દેસાઈ, ડો. અજય પરમાર, ડો.નિશિથ પટેલ, ડો.વિરાંગ દમણીયા, ડો. ખ્‍યાતિ પટેલ, ડો. રૂપલ રાણા પટેલ, ડો. કેયુર પટેલ, ડો. શિવાની પટેલ, ડો. ધવલ પટેલ અને એમ. આર. એસોસિએસનના પ્રજ્ઞેશ પાંડે, સુદેશ દેસાઈ, જયેશ ભટ્ટ સહિતના લોકોએ સેવાઓ આપી હતી. કેમ્‍પમાં ખેરગામના જાણીતા ગોલ્‍ડ મૅડલિસ્‍ટ સર્જન અને ઈન્‍ડિયન મેડિકલ એસોસિએસનના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે પ્રેરક હાજરી આપી હતી.
આ કેમ્‍પને સફળ બનાવવા બદલ વલસાડ ફિઝિસિયન એસોસિએશન અને વલસાડ એમ.આર. એસોસિએશનનાં તમામ સભ્‍યોનો પોલીસ વિભાગે હદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment