April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો શકવર્તી ચુકાદો,  પાંચ વર્ષ પહેલાં દમણની મહિલાના ઘરમાં ઘૂસીને સામૂહિક બળાત્‍કાર અને લૂંટના 2 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદ અને રૂા.11-11 હજારનો દંડ

અન્‍ય એક આરોપી ઉપર અંધારાના લાભની શંકાઃ એક આરોપી ફરાર અને એક આરોપી ટ્રાયલ હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.05
દમણની ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટમાં છેલ્લા પાંચ છેલ્લા વર્ષથી ચાલી રહેલ ગેંગરેપ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ વિદ્વાન ડિસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી પી.કે. શર્માએ નરેશ જમસુ ગઢક, રમેશ ગના પવારને દોષિત ઠેરવી 20-20 વર્ષની સખત કેદ અને રૂા.11-11 હજારનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચીગામની રહેવાસી રેશ્‍મા (નામ બદલેલ છે)એ 19 ઓક્‍ટોબર 2016ના રોજ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 18 ઓક્‍ટોબરના રોજ તેના પતિ કામ પર ગયા બાદ તે તેના ઘરે જઈને સૂઈ ગઈ હતી. મોડી રાત્રે મહિલાની આંખ ખુલી ત્‍યારે તેના રૂમમાં 6 લોકો ઉભા હતા. મહિલાએ જણાવ્‍યું કે બધાએ અંધારામાં છરી બતાવીને મહિલા પર બળાત્‍કાર કર્યો અને તેના મંગળસૂત્ર સહિત અન્‍ય દાગીના પણ છીનવી લીધા. ઘટના સમયે આરોપીએ મહિલાનો અવાજ સાંભળીને કોઈ બહાર ન આવી શકે તે માટેચાલમાં અન્‍ય રૂમના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. ઘટનાને અંજામ આપ્‍યા બાદ આરોપીએ મહિલાને પણ રૂમમાં બંધ કરી દીધી હતી. મહિલાએ બારીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ફરજ પરના કોન્‍સ્‍ટેબલ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જેમણે મહિલાનો અવાજ સાંભળ્‍યો અને તેને રૂમમાંથી બહાર કાઢી. 19 ઓક્‍ટોબરે મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 376ડી, 120બી, 392 અને 452 હેઠળ એફ.આઈ.આર. નંબર 42/16 નોંધીને આરોપી નરેશ, રમેશ, દિનેશ, પ્રવીણ અને સુનીલની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ આરોપીઓ સેલવાસના છે, જેઓ ચાલમાં રહેતા લોકોને નિશાન બનાવે છે.
આ કેસની તપાસ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીએ 19 જાન્‍યુઆરી 2017ના રોજ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જિલ્લા અને સેશન્‍સ જજશ્રી પી.કે.શર્માએ મંગળવાર તા.5મી જૂનના રોજ કેસની સુનાવણી કરતી વખતે ડીએનએ રિપોર્ટ અને ડૉક્‍ટર સહિત કુલ 25 સાક્ષીઓને સાંભળ્‍યા હતા. સુનાવણીમાં મહિલાના મેડિકલ રિપોર્ટમાંથી આરોપી નરેશ અને રમેશના ડીએનએ મળી આવ્‍યા હતા. બીજી તરફ દિનેશ અને પ્રવીણનો ડીએનએ મેચ થયો ન હતો. બળાત્‍કાર કેસમાં દિનેશ અને પ્રવીણને અંધારાનીલાભની શંકા છે. જિલ્લા અને સેશન્‍સ જજ શ્રી પી.કે.શર્માએ નરેશ અને રમેશને બળાત્‍કાર અને લૂંટના કેસમાં દોષિત જાહેર કરી ભારતીય દંડ સંહિતાની કલમ 376ડી હેઠળ 20 વર્ષની જેલ, 5 હજાર રૂપિયા, આઈપીસી 120બીમાં 20 વર્ષની જેલ અને 2 હજાર રૂપિયા, કલમ 392માં 2 વર્ષની અને રૂા.2 હજાર અને કલમ 452માં 2 વર્ષની જેલ અને રૂ.2 હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. આ કેસમાં એક આરોપી ફરાર છે અને એક આરોપી સુનીલ ટ્રાયલ હેઠળ છે. આ કેસમાં સરકારી વકીલ શ્રી હરિ ઓમ ઉપાધ્‍યાયે જોરદાર હિમાયત કરી આરોપીઓને જેલના સળીયા સુધી પહોંચાડ્‍યા હતા.

Related posts

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

Leave a Comment