Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

  • સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અધિકારીઓના અખત્‍યારમાં કરેલા ફેરફારો
  • દીવના એસ.પી. તરીકે ફૂલઝેલે પિયુષ નિરાકર
  • સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતનું વધેલું કદઃ ઓછા મહત્‍વના એનિમલ હસબન્‍ડરી અને વેટરનરી સર્વિસિસ તથા ઓફિશિયલ લેંગ્‍વેજ વિભાગના સેક્રેટરીના સ્‍થાને મહત્‍વના ઈન્‍ડસ્‍ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સના સચિવનો સુપ્રત કરાયેલો અખત્‍યાર
શ્રીમતી ભાનુ પ્રભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજ બજાવી રહેલા કેટલાક આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. અધિકારીઓના અખત્‍યારમાં ફેરફાર કર્યો છે. જેમાં દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાને દીવના કલેક્‍ટર પદે અને દાદરા નગર હવેલીના કલેક્‍ટર તરીકે શ્રી પ્રિયાંક કિશોરની નિયુક્‍તિનો આદેશ જારી કર્યો છે.
દીવના કલેક્‍ટર શ્રી ફર્મન બ્રહ્માને દાનહ અને દમણ-દીવના સમાજ કલ્‍યાણ અને મહિલા બાળ વિકાસ તથા ફૂડ સિવિલ સપ્‍લાય અને કન્‍ઝ્‍યુમર અફેર્સ તથા લીગલ મેટ્રોલોજી વિભાગના સચિવનો અખત્‍યાર સોંપાયો છે. તેઓ દાનહ અને દમણ-દીવ આદિવાસીકલ્‍યાણ વિભાગના આયુક્‍ત સહ સચિવ અને શાળા શિક્ષણ તથા હાયર અને ટેક્‍નીકલ એજ્‍યુકેશનના સ્‍પેશિયલ સેક્રેટરી તરીકેનો પણ પદભાર સંભાળશે.
શ્રી સાગર ડોઈફોડેને વન પર્યાવરણ અને વાઈલ્‍ડ લાઈફ વિભાગના સચિવની સાથે એનિમલ હસબન્‍ડરી અને વેટરનરી સર્વિસિસ, ફિશરીઝ, પોર્ટ અને લાઈટ હાઉસ તથા એગ્રીકલ્‍ચર, સોઈલ કન્‍ઝર્વેશન અને હોર્ટીકલ્‍ચરનો વધારાનો અખત્‍યાર પણ સોંપવામાં આવ્‍યો છે.
આઈ.એ.એસ. અધિકારીઓના ચાર્જમાં કરેલા ફેરબદલમાં મુખ્‍યત્‍વે નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પાસે એનિમલ હસબન્‍ડરી અને વેટરનરી સર્વિસિસ તથા ઓફિશિયલ લેંગ્‍વેજના સેક્રેટરીનો પદભાર લઈ તેમને મહત્‍વના ઈન્‍ડસ્‍ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સના સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.
આઈ.પી.એસ. અધિકારીઓના કરાયેલા ફેરબદલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ હેડ ક્‍વાર્ટરમાં એસ.પી. તરીકે કાર્યરત શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરને દીવના એસ.પી. તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે. જ્‍યારે દીવના એસ.પી. તરીકે ફરજ બજાવી રહેલા શ્રી મણિભૂષણ સિંઘને દાદરા નગર હવેલી અને દમણ-દીવ હેડ ક્‍વાર્ટરના એસ.પી.ની સાથે ટ્રાફિક એસ.પી.ની જવાબદારી પણ સુપ્રત કરાઈ છે.
સંઘપ્રદેશમાં નવા આવેલા આઈ.પી.એસ. અધિકારી શ્રી એ.કે.લાલને દાનહના એસ.પી. ટ્રાફિક તથાદાનહ-દમણ-દીવના ડી.આઈ.જી. પ્રિઝન તથા દાનહ અને દમણ-દીવના એસ.પી.(ઈન્‍ટેલીજન્‍સ) અને પોલીસ ટ્રેઈનિંગ સ્‍કૂલ સાયલીના પ્રિન્‍સિપાલ તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment