(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ કટોકટી દિવસને વખોડવા આજે દાદરા નગર હવેલી જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમના સંયોજક દ્વારિકાનાથ પાંડેની આગેવાની કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી જીતુભાઈ માઢા, પ્રદેશ ભાજપ સચિવ શ્રી અનિલ દીક્ષિત, દાનહ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી હિતેશ લાલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, પ્રદેશ મહામંત્રી ઉદય સોનવણે, શ્રી સિદ્ધાર્થ શુક્લ, ઉત્તર ભારતીય સેલના પ્રદેશ મહામંત્રી શ્રી સ્વતંત્ર તિવારી, શ્રી સુનિલ મહાજન, શ્રી ધીરજ સિંહ, શ્રી મનોજ શ્રીવાસ્તવ, શ્રી શાંતનુ પૂજારી, શ્રી અશોક દુબે, શ્રી આર.કે.સિંઘ, શ્રીમતી સુનિતા પાલ, શ્રીમતી પ્રમિલા ઉપાધ્યાય, શ્રી સંદીપ તિવારી, શ્રી પ્રફુલ પટેલ, શ્રી જીજ્ઞેશ આહીર સહિત સેલવાસ શહેર જિલ્લા મંડળ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક શ્રી દ્વારિકાનાથ પાંડેએ ઈમરજન્સી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધારણ અને લોકશાહીને કલંકિત કરવાના અંધકારમયપ્રકરણને યાદ કરીને આ અંગે જનતાને જાગૃત કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને દેશ કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ ઈમરજન્સીને ન તો ભૂલ્યો અને ન ભૂલી શકશે.
