રૂ. 55 લાખના વિકાસના કામોનું લોકાપર્ણ અને લાઈબ્રેરી હોલનું ખાતમૂર્હુત પણ કરાયું
વલસાડ તા. 8 જુલાઈ
ગુજરાત સરકારની લાભાર્થીઓને વ્યક્તિગત રીતે સ્પર્શવાની અનોખી કામગીરીના ભાગરૂપે વંદે ગુજરાત કાર્યક્રમ પારડી વિધાનસભાના સુખેશ ગામમાં આયોજિત થયો હતો. જેમાં રાજ્યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 520 લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા હતા. સાથે જ રૂ. 55 લાખના વિકાસના કામોનું લોકાપર્ણ પણ કરાયું હતું.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તા. 8 જુલાઈના રોજ પારડી તાલુકાના સુખેશ ગામ વિસ્તારના અલગ અલગ વિભાગના 520 જેટલાં લાભાર્થીને પ્રમાણપત્ર અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
સાથે સાથે સુખેશ ગામે મંત્રીશ્રીના હસ્તે લાઈબ્રેરી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 55 લાખના વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે ગુજરાત રથને મંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને અધિકારી ગણ પ્રયોજના વહીવટદાર વસાવા, અધિક કલેક્ટર વલસાડ જિલ્લા, TDO પારડી તાલુકા સન્ની પટેલ, મહેશભાઈ દેસાઈ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ, પારડી તા પં પ્રમુખ મિતલબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સિંચાઈ ચેરમેન મુકેશભાઈ પટેલ અને સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
ભારે વરસાદની વચ્ચે પણ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થયો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજનમાં પારડી તાલુકા સંગઠનના મહામંત્રી અજયભાઈ પટેલ તેમજ પૂર્વ મહામંત્રી અને હાલમાં સરપંચ પૂનીતભાઈ પટેલ તેમજ તેમજ સરકારી અધિકારીગણે જહેમત ઉઠાવી હતી.