Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

આરોપી મનહર મંગળભાઈ પટેલ બાઈક ઉપર વિસ્‍ફોટકોનો જથ્‍થો લઈ જતા ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ધરમપુરના ગુંદીયા ગામેથી આજે સોમવારે એસ.ઓ.જી. ટીમે વિસ્‍ફોટક જથ્‍થો ઝડપી પાડયો હતો. 26400 નો મુદ્દામાલ સાથે બાઈક ઉપર જથ્‍થો લઈ જતાઆરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સ્‍પે.ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.) ધરમપુર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ગુંદીયા ગામે શંકાસ્‍પદ જણાતા બાઈક ચાલક યુવાનને પૂછપરછ કરતા યુવાને તેનુ નામ મનહર મંગળભાઈ પટેલ (રહે.ધરમપુર) જણાવ્‍યું હતું. તપાસ દરમિયાન બાઈકમાં 20 જીલેટીન અને 20 ઈલેક્‍ટ્રોનિક્‍સ ડીટોનેટર બાઈકમાં છુપાવેલા મળ્‍યા હતા. પોલીસે 26400 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મનહરની અટક કરી હતી. મનહર આ વિસ્‍ફોટક જથ્‍થો કેમ લાવ્‍યો હતો તેની પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
—–

Related posts

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

Leave a Comment