October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

દીવના લોકોની વિકાસ ઉપર મહોરઃ અપક્ષોનો કરૂણ રકાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.10

દીવ નગરપાલિકાની 7 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીનું શનિવારે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્‍ય વિજય થયો હતો અને અપક્ષ તથા બળવાખોર ઉમેદવારોને પોતાની ડિપોઝીટ બચાવવાના પણ ફાંફાં પડયા હતા. દીવની જનતાએ તકસાધુઓ અને વિઘ્નસંતોષીઓને જોરદાર લપડાક લગાવી હતી અને વિકાસની રાજનીતિ ઉપર પોતાની મહોર મારી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવ નગરપાલિકાની કુલ 13 બેઠકો પૈકી 6 બેઠક ઉપર ભાજપનો બિનહરિફ વિજય થયો હતો. બાકી રહેલી 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ફક્‍ત વોર્ડ નં.1ની બેઠકમાં થોડી રસાકસી રહી હતી. ત્‍યારબાદની તમામ બેઠકોમાં ભાજપને ખુબ જ સરળતાથી વિજય મળ્‍યો હતો.

વોર્ડ નં.1માં ત્રિપાંખિયો જંગ હતો જેમાં ભાજપના શ્રી સુનિત શામજી સોલંકીને 318 મત મળ્‍યા હતા જ્‍યારે તેમની સામે અપક્ષ તરીકે ઉભા રહેલા શ્રીમતી ભાગ્‍યવંતી પ્રમોદને માત્ર 31 અને શ્રી શામજી રામાને 253 મળ્‍યા હતા.

વોર્ડ નં.4માં ભાજપ અને અપક્ષ વચ્‍ચે સીધી ટક્કર હતી. જેમાં ભાજપના શ્રી ક્રિદાન જયંતિલાલને 563 અને તેમના હરિફઅપક્ષ ઉમેદવાર શ્રી ભૂપેન્‍દ્ર શાંતિલાલ ઝવેરીને માત્ર 99 મળ્‍યા હતા.

વોર્ડ નં.6માં પણ ભાજપ અને અપક્ષ વચ્‍ચે આમને સામને મુકાબલો હતો. જેમાં ભાજપના શ્રીમતી નિતાબેન સંદીપને 619 અને તેની સામે અપક્ષ તરીકે ઉભા રહેલા શ્રીમતી હેમલતાબેન ગોકળ બારિયાને માત્ર 270 મત મળ્‍યા હતા.

વોર્ડ નં.8માં પણ ભાજપ અને અપક્ષ વચ્‍ચે સીધી સ્‍પર્ધા હતી. જેમાં ભાજપના શ્રીમતી વનેશ્રી સુરેશકુમાર સોલંકીને 920 અને તેમની સામે અપક્ષ શ્રીમતી શાંતા જયંતિ વાઢેરને માત્ર 88 મળ્‍યા હતા.

વોર્ડ નં.9માં ભાજપના શ્રી હરેશભાઈ પાંચા કાપડિયા અને અપક્ષ શ્રી જયંતિલાલ રૂપા વચ્‍ચે સીધો મુકાબલો હતો. જેમાં ભાજપના શ્રી હરેશભાઈ પાંચા કાપડિયાને 1102 મત મળ્‍યા હતા. જ્‍યારે અપક્ષને માત્ર 73 મતથી સંતોષ માનવો પડયો હતો.

વોર્ડ નં.10માં ભાજપના સુશ્રી હિનાકુમારી રતિલાલ સોલંકીને 874 અને તેની સામેના અપક્ષ ઉમેદવાર સુશ્રી શાંતા જયંતિ વાઢેરને 112 મત મળ્‍યા હતા.

વોર્ડ નં.11માં ભાજપના શ્રી વિપુલકુમાર અમ્રતલાલ સોલંકીને 882 તેની સામે અપક્ષ શ્રી જયંતિલાલ રૂપાને માત્ર 47 મત મળ્‍યા હતા.

આમ દીવ નગરપાલિકાની 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક વિજય સાથે પાલિકાની તમામ 13 બેઠકો ઉપર ભાજપનો કબ્‍જો થવા પામ્‍યો છે. પરિણામ જાહેર થતાં જ દીવમાં ઉત્‍સવનો માહોલજોવા મળ્‍યો હતો. પહેલી વખત ભાજપના કાર્યકરોની સાથે દીવના સામાન્‍ય લોકો પણ વિજય ઉત્‍સવમાં જોડાયા હતા.

Related posts

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

ઉમરગામના અંકલાસ ખાતે જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીની પ્રોબેશનરી આઈએએસ પ્રસન્નજી કૌરે લીધી મુલાકાત

vartmanpravah

સલવાવની શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં મતદાર યાદી સુધારણા જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment