October 14, 2025
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટપારડીવલસાડ

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
આજરોજ તા.3જી જુલાઈ રવિવારના રોજ લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના ઉત્‍સાહી અને કર્મઠ પ્રેસિડન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલાની આગેવાની હેઠળ પારડી ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાબેતા મુજબ મહિનાનાપહેલા રવિવારે થતા સિનિયર સીટીઝન માટેના ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્‍પમાં કિડની કેર મહેતા હોસ્‍પિટલ અને મશરૂ ગારમેન્‍ટ્‍સના સહયોગથી 30 જેટલા વડીલોને ચેકઅપ કરી વિવિધ રિપોર્ટસ કરવામાં આવ્‍યા હતા. જેમાં કિડની કેર મહેતા હોસ્‍પિટલના ડો.પ્રફુલ મહેતા, ડો.નીલમ મહેતા, તથા એમના સહયોગી ડોક્‍ટર્સ, નર્સ અને લાયન્‍સ ક્‍લબ પારડી પર્લના સભ્‍યોએ સેવાઓ આપી હતી. ત્‍યારબાદ કિલ્લા પારડી ખાતે દર મહિનાના પહેલા રવિવારે યોજાતા પુસ્‍તક પરબમાં લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા આર્થિક સહયોગ તરીકે એક વર્ષ સુધી દર મહિને 1100 રૂપિયા આપી એમની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે પ્રયત્‍નો કરવા આવ્‍યા હતા અને સાથે સાથે પુસ્‍તકોની જાળવણી માટે રૂમ તેમજ કબાટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્‍યું હતું અને ત્રીજા અને મુખ્‍ય પ્રોજેક્‍ટ તરીકે બ્‍ઁફૂ ફુશતદ્દશ્વશણૂદ્દ બ્‍ઁફૂ ષ્ટશ્વંષફૂણૂદ્દ કાર્યક્રમ અંતર્ગત ડિસ્‍ટ્રીકટ ગવર્નર લા.મુકેશ પટેલ, જી.એસ.ટી. લીડર દેવેન્‍દ્ર મિષાીની સૂચના અંતર્ગત લાયન્‍સ ડિસ્‍ટ્રીક 3232જ્‍2 ના રિજીયન 5 માં આવતી ભરૂચથી ભિલાડ સુધીની 75 જેટલી ક્‍લબો દ્વારા પર્યાવરણની જાણવણી અંતર્ગત 10 હજાર જેટલા વૃક્ષો રોપવાનું નક્કી કરાયું હતું.
જેમાં લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીના ઉમરસાડી દેસાઈવાડ ખાતે આવેલ જાલ વિકાજી ભિલાડવાળા સ્‍મારકહાઈસ્‍કૂલ ખાતે, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તેમજ નલવાલા ફાર્મ ખાતે મળી કુલ 1000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્‍યા હતા અને એની દેખરેખ તેમજ સાર સંભાળની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.
આજના ત્રિવિધ કાર્યક્રમમાં પ્રેસિડેન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલા, ડિસ્‍ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લા.પ્રેમલસિંહ ચૌહાણ, રિજીયન ચેરમેન લા.ખુશમન ઢીમર, આઈ.પી.પી. લા.પિંકેશ પટેલ, ટ્રેઝરર લા.ભરતભાઈ ડી.દેસાઈ, ફર્સ્‍ટ વી.પી. લા.સમીર દેસાઈ, સેકન્‍ડ વી.પી. લા.પ્રીતેશ ભરુચા., સિનિયર લાયન મેમ્‍બર લા.શરદ દેસાઈ, લા.બળવંત પટેલ, લા.શાંતિલાલ પટેલ, લા.કેઝર મુસાની, ઉપરાંત તાલુકા પંચાયત સભ્‍ય બચુભાઈ પટેલ, ડેપ્‍યુટી સરપંચ પ્રીતેશ પટેલ, અગ્રણી રાજુભાઈ વગેરે ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર, યુવા અભિનવ ડેલકર અને ઈંદ્રજીત પરમાર ભાજના સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

વલસાડના યુવાનોની પ્રેરક કામગીરી : ઔરંગા નદીમાં વિસર્જીત થયેલ તમામ મૂર્તિઓનું વિસર્જન કરી કિનારો સ્‍વચ્‍છ કર્યો

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

Leave a Comment